અમદાવાદઃ બિહારના નાયબ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવ માનહાનિના કેસમાં અમદાવાદની મેટ્રોપોલિટન કો વધુ સુનાવણી હાથ ધરી હતી. આ મામલે અત્યાર સુધીમાં રાજ્યમાંથી કુલ 15 સાક્ષીની જુબાની લેવામાં આવી છે તેમ જ ખાનગી ન્યૂઝ ચેનલ પાસેથી તેજસ્વી યાદવના વિડિયોના ઓરિજિનલ પ્રૂફ લેવામાં આવ્યા હતા. આજે હાથ ધરાયેલી સુનાવણીમાં તેજસ્વી યાદવ વિરુદ્ધ કોર્ટે સમન્સ ઇસ્યુ કર્યું છે. આ સમન્સમાં તેજસ્વી યાદવે 22 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર રહેવા નિર્દેશ આપવામાં આવ્યા છે.
આ કેસની શરૂઆત સામાજિક કાર્યકર અને બિઝનેસમેન હરેશ મહેતાએ કરી હતી. મહેતાએ મેટ્રો કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે અને આરોપ લગાવ્યો છે કે તેજસ્વી યાદવની ટિપ્પણી બદનક્ષીનો કેસ છે. તેજસ્વી યાદવની ગુજરાતીઓ વિશે અપમાનજનક ટિપ્પણીઓને ટાંકીને IPC કલમ 499 અને 500 હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફરિયાદમાં ભારપૂર્વક કહેવામાં આવ્યું છે કે આ નિવેદનોથી ગુજરાત રાજ્ય અને તેના રહેવાસીઓ બંનેનું અપમાન થયું છે. પરિણામે, ફરિયાદી તેજસ્વી યાદવ સામે કાયદેસરની કાર્યવાહી અને યોગ્ય દંડની માગ કરે છે.
તેજસ્વી યાદવ શું બોલ્યા
આ ફરિયાદની સાથે ન્યૂઝ ચેનલના ફૂટેજ પણ મૂક્યા છે. ફરિયાદમાં એવી રજૂઆત કરવામાં આવી છે કે બિહારના નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવ એક જવાબદાર વ્યક્તિ છે. તેમણે મિડિયા સમક્ષ નિવેદન કર્યું હતું કે ‘જો ભી દો ઠગ હૈના, જો ઠગ હૈ ઠગુ કો અનુમતી જો હૈ, આજ દેશ કી હાલાત મેં દેખા જાયે તો સિર્ફ ગુજરાતી હી ઠગ હો સકતે હૈ, હો શકે ઠગ કો માફ કિયા જાયેગા, એલ.આઇ.સી. કા રૂપિયા, બેંક કા રૂપિયા દે દો ફિર વો લોગ લે કે ભાગ જાયેંગે, તો કૌન જિમ્મેવાર હોગા’