DyCM હર્ષ સંઘવીની ઉપસ્થિતમાં ભાવનગરમાં 50 ઈ-બસોનું લોકાર્પણ

ભાવનગર જિલ્લાના પાલીતાણાના નાનીમાળ ગામે આવેલા પવિત્ર કૈલાસધામ મંદિર ખાતે ભવ્ય જીર્ણોદ્ધાર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અહીં નાયબ મુખ્યમંત્રીના હસ્તે ભાવનગર મનપાના 35 જેટલા પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

આ મહોત્સવમાં DyCM હર્ષ સંઘવી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કૈલાસધામમાં શીશ ઝુકાવી આશીર્વાદ લીધા હતા. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, આવા ધાર્મિક ઉત્સવો સમાજમાં એકતા અને શ્રદ્ધાને મજબૂત બનાવે છે. તેમણે નાનીમાળ ગામ અને કૈલાસધામના વિકાસની પ્રશંસા કરી હતી.

આ કાર્યક્રમ દરમિયાન ભાવનગર મહાનગરપાલિકા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હર્ષભાઈ સંઘવીના હસ્તે 50 નવી ઇ-બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે ભાવનગર છેલ્લા ઘણા સમયથી સિટી બસ સેવાથી વંચિત હતું. આ નવી બસો શરૂ થવાથી શહેરીજનોની પરિવહન સમસ્યા હળવી થશે અને પર્યાવરણને પણ ફાયદો થશે.