મુંબઈઃ મુંબઈમાં મેટ્રોના બાંધકામ હેઠળની સાઇટ પર સ્લેબનો એક ભાગ તૂટી પડ્યો, જેમાં અનેક લોકો ઘાયલ થયા હોવાની માહિતી મળી રહી છે. આ મોટો અકસ્માત મુલુંડ વિસ્તારમાં જોન્સન ગાર્ડન વિસ્તાર પાસે થયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ મેટ્રો પિલરનો ભાગ તૂટી પડતાં ઓટો રિક્ષામાં બેઠેલા ત્રણથી ચાર લોકો ઇજાગ્રસ્ત થયા છે. કહેવામાં આવે છે કે જોન્સન એન્ડ જોન્સન કંપની પાસે ઘણી ગાડીઓ પાર્ક હતી અને મેટ્રો પિલરનો ભાગ તે ગાડીઓ પર પડ્યો હતો. ઓટોમાં સવાર તમામ લોકો ઘાયલ થયા છે. તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાં જ મુંબઈ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી હતી.
ગાડીઓ ઉપર તૂટી પડ્યો મેટ્રો પિલરનો ભાગ
આ ઘટના શનિવારે બપોરે બની હતી. બીએમસી અનુસાર બાંધકામ દરમિયાન સિમેન્ટથી બનેલા મેટ્રો પિલરનો એક ભાગ તૂટી નીચે રસ્તા પર જઈ રહેલી ઓટો રિક્ષા પર પડ્યો હતો. અકસ્માતમાં ઓટોમાં સવાર ત્રણથી ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. માહિતી મુજબ એક ખાનગી કાર પણ આ અકસ્માતની ઝપેટમાં આવી છે. ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડ, પોલીસ, મેટ્રો સ્ટાફ, વોર્ડ કર્મચારીઓ અને 108 એમ્બ્યુલન્સ સેવા સ્થળ પર પહોંચી અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા.
અકસાન્ત બાદ પોલીસે આસપાસનો વિસ્તાર કોર્ડન કરી ટ્રાફિક ડાયવર્ટ કર્યો અને કાટમાળ દૂર કરવાની કામગીરી શરૂ કરી. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ અકસ્માતનાં કારણોની તપાસ કરી રહી છે. જ્યાં મેટ્રો પિલરનું બાંધકામ ચાલી રહ્યું હતું ત્યાં સુરક્ષા ધોરણોનું પાલન થયું હતું કે નહીં તેની પણ તપાસ ચાલી રહી છે.
પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સ્લેબ તૂટતા જ સ્થળ પર ગભરાટ ફેલાયો હતો. આ ઘટનામાં બે લોકો ઘાયલ થયા હોવાનું પણ કહેવામાં આવે છે અને તેમને તરત હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. બંનેની સારવાર ચાલી રહી છે.




