અમદાવાદઃ દેશમાં નવરાત્રિ પર્વનો અંતિમ દિવસ છે. શહેરમાં નવરાત્રીમાં રાસ-ગરબાની રમઝટ જામી છે. રાસ-ગરબાની સાથે માતાજીના મંડપ અને સોસાયટીઓ, શેરીઓને ફૂલો, રોશની અને રંગોળીથી સજાવવામાં આવ્યાં છે. નવરાત્રિની આઠમ, નોમના દિવસે માતાજીની ઉપાસનાના દિવસોમાં સોસાયટીઓને ખાસ સુશોભિત કરવામાં આવી છે.સોલા ભાગવત વિદ્યાપીઠ પાસે આવેલી ઉમા સ્તુતિ સોસાયટીમાં 50 × 30 ફૂટની રંગોળી બનાવવામાં આવી છે, જેમાં કોરોનામાં વોરિયર્સ તરીકે કામ કરતા જુદા-જુદા ક્ષેત્રના લડવૈયાને રંગોળીમાં સજાવવામાં આવ્યા છે. જગતપુરમાં આવેલા દેવમ રેસિડેન્સીમાં દીવડાં સાથે ફૂલોની રંગોળી અને રોશની કરવામાં આવી છે.
બોપલમાં આવેલા આર્યન એમ્બસીના વિશાળ પ્રાંગણમાંમાં અંબે દર્શાવતું ફૂલોનું સુશોભન અને દીવડાં કરવામાં આવ્યાં છે.
નવરાત્રીમાં આઠમ અને નોમના નોરતાંનું શ્રદ્ધાળુઓમાં મહત્ત્વ ખૂબ જ હોય છે. જેને કારણે જ્યાં શક્તિની ઉપાસના થતી હોય છે એ મંદિરો, ચોકમાં આસ્થા સાથે ભવ્ય આયોજનો થતાં હોય છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)