નિફ્ટ કેમ્પસમાં ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસ’ની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ શહેરની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેક્નોલોજીના કેમ્પસમાં ‘રાષ્ટ્રીય હેન્ડલૂમ ડે’ની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાએ સામાજિક-આર્થિક વિકાસ અને દેશના વિકાસમાં હેન્ડલૂમ ક્ષેત્રના યોગદાન પર ધ્યાન કેન્દ્રિત કરતાં ક પેનલ ચર્ચાની સાથે શરૂ થતા કાર્યક્રમોની એક શૃંખલાનું આયોજન કર્યું હતું. ત્યાર બાદ કેમ્પસમાં સિંગલ ઇક્કત, પટોળા વણાટ, કચ્છ શાલનું વણાટ ભસરિયા, ભરૂચની સુજાની, બારાબંકીનો ગમછાનું વણાટકામ અને કાળા કોટનના વણાટકામ જેવી ચીજવસ્તુઓનું એક્ઝિબિઝશન અને પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ હેન્ડલૂમનાં વસ્ત્રો પહેરીને આ ઉજવણીમાં ભાગ લીધો હતો અને સહભાગીઓએ વિવિધ પ્રવૃત્તિઓ જેમાં વિન્ડો ઇન્સ્ટોલેશન, ક્વિઝ અને સેલ્ફી હરીફાઈમાં ભાગ લીધો હતો.

આ કેમ્પસમાં ચર્ચાના પેનલિસ્ટ  ડિઝાઇન ડીલ સ્ટુડિયોના સંસ્થાપક અને વડા-  વિલુ મિઝરા, ડિઝાઇન શિક્ષક અને આર્ટ ક્યુરેટર જય કાકાની, ED અને એકલવ્ય ફાઉન્ડેશનના સંસ્થાપક સોનલ મહેતા, વડોદરાની MS યિનિવર્સિટીના ક્લોધિંગ અને ટેક્સટાઇલ્સ વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. રીના ભાટિયા, સંસ્થાના એસોસિયેટ પ્રોફેસ ડો. વંદિતા સેઠ હતાં. આ સેશનનું સંચાલનસંસ્થાના એસોસિયેટ પ્રોફેસર ડો. શુભાંગી યાદવ કર્યું હતું.

આ ચર્ચામાં એ વાત પ્રકાશ ફેંકવામાં આવ્યો હતો કે કેવી રીતે કપડાં ઉદ્યોગ દેશનું બીજા ક્રમનું સૌથી મોટો રોજગારી પેદા કરતું ક્ષેત્ર છે અને મહિલાઓને મોટા પાયે રોજગારી પૂરી પાડતું ક્ષેત્ર છે.

સંસ્થાના ભૂતપૂર્વ ડિરેક્ટર વિલુ મિર્ઝાએ ચર્ચામાં ભાગ લેતાં એ બાબતે પ્રકાશ ફેંક્યો હતો કે હેન્ડલૂમ વીવર્સના કામમાં ઘટાડો થયો છે, જેથી તેમનાં ઉત્પાદનોના વેચાણ માટે કેવી રીતે વધારીને તેમની કમાણી જળવાઈ રહે માટેનો દ્રષ્ટિકોણ તેમણે આપ્યો હતો. તેમણે વણકર સમાજને શિક્ષિત કરવા પર અને ક્લસ્ટરના વિકાસ કરવા પર ભાર મૂક્યો હતો.

આ સાથે ડિઝાઇનર શિક્ષક અને આર્ટ ક્યુરેટર જય કાકાણીનું માનવું હતું કે વણકરે કપડાં વણવા માટે આત્મા પર નિયંત્રણ અને ધીરજ ધરવી જરૂરી છે, જ્યારે ડો. રીના ભાટિયાએ હેન્ડલૂમના વણકરો સાથે સહયોગ કરવા સાથે શૈક્ષણિક સંશોધનો અને સંભવિત તકો પર ભાર મૂક્યો હતો, જેથી વણકરો માટે નવાં દ્વાર ખૂલી શકે. આ કાર્યક્રમ થકી વિદ્યાર્થીઓને હેન્ડલૂમ નિષ્ણાતો, વણકરો અને ગ્રાહકોની જરૂરિયાતોને સમજવાની તક મળી હતી.