ભાજપનો ડિજિટલ પ્રચાર, 90’s ની ગેમને બનાવ્યું શસ્ત્ર

સન 1985માં જાપાનમાં બનેલી મારિયો ગેમ નેવુંના દાયકામાં ભારતમાં ખુબ પ્રચલિત થઈ હતી. એ પછી વધુ એક ગેમ કોન્ટ્રા આવી હતી. એ પણ એટલી જ લોકપ્રિય બની. હવે ફરી એકવાર વલસાડ લોકસભા ભાજપના ઉમેદવારના કારણે આ બંને ગેમ લાઇમ લાઇટમાં આવી છે.

 ગુજરાતમાં આગામી 7મી મે એ લોકસભાની ચૂંટણી થવાની છે. જેમાં વલસાડ બેઠક પર ભાજપે ધવલ પટેલને ટિકિટ આપી છે. ચૂંટણી પ્રચાર માટે ધવલ પટેલે નવુ શસ્ત્ર આજમાવ્યું છે. સુપર મારિયોની માફક સુપર ધવલ નામની એક ગેમનો વિડીયો બનાવ્યો છે. વાયરલ થઈ રહેલી આ ગેમની શરૂઆત મારિયો ગેમના પહેલા સ્ટેજની માફક થાય છે. ધવલ પટેલ પ્રારંભે કમળ લઈને આગળ વધે છે અને ભ્રષ્ટાચાર, નિરક્ષરતા, તૃષ્ટીકરણ અને બેરોજગારી જેવા મુદ્દાઓના અવરોધોને પાર કરી વલસાડ લોકસભા વિસ્તારમાં શિક્ષણને મહત્વ આપવું, ડાંગ-સાપુતારાનો પ્રવાસન તરીકે વિકાસ, આદિવાસીના હક અને અધિકારના મુદ્દાઓ, જળ-જંગલ-જમીનનું સંરક્ષણ સાથે ભગવાન શ્રીરામના આશીર્વાદ લઈ જીતનો ઝંડો ફરકાવે છે. આ સાથે સ્ટેજ પુરૂ થાય છે. સુપર મારીયો ગેમ પરથી બનાવવામાં આવેલા આ વીડિયોમાં વલસાડ લોકસભાના વિકાસના મુદ્દા આવરી લેવામાં આવ્યા છે. વલસાડ લોકસભા બેઠકનો વિકાસ કઈ રીતે કરવાનો છે, તે આ ગેમમાં બતાવવામાં આવ્યું છે.

 

                  તો તાજેતરમાં contra ગેમ આધારિત પણ એક નવો પ્રચાર વિડિયો વાયરલ થયો છે. જેમાં ધવલ પટેલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશની વિવિધ સમસ્યાઓ સામે લડી રહ્યા છે. ગેમમાં ભ્રષ્ટાચાર, ત્રીપલ તલાક, 370, આતંકવાદ, અયોઘ્યા મંદિર વગેરે મુદ્દાઓને આવરી લેવાયા છે. ભાજપના રાજમાં વડાપ્રધાન દ્વારા કરવામાં આવેલા વિવિધ કાર્યો વિશે આ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે.

ભાજપ ઉમેદવાર contra સાથે ત્રીજી ફેમશ ગેમનો વિડીયો પણ બનાવ્યો છે જેનું નામ સબ વે સફર છે. જેમાં ધવલ પટલે 5 લાખની લીડથી જીવાનો વિશ્વાસ પોતાની જનતાને આપી રહ્યા છે. વિડીયોમાં એવો દર્શાવવામાં આવ્યું છે. વલસાડ બેઠકના 5 લાખ લોકોના મત તેમણે એકઠા કર્યા છે જે બાદ બહુમતી સાથે જીત મેળવી છે.

(અરવિંદ ગોંડલીયા, સુરત)