સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસન કેન્દ્ર બને તે હેતુથી CM રૂપાણીએ કરી આ જાહેરાત

અમદાવાદ- મુખ્યપ્રધાન વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને અમદાવાદા ખાતે ફિક્કીની નેશનલ એક્ઝિક્યુટિવ કમિટિની બેઠક મળી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં હવેથી આયોજિત થનારી રાષ્ટ્રકક્ષાની વિવિધ પરિષદો, વગેરે જેવા કાર્યક્રમો કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે યોજવામાં આવશે. ના સ્થળે યોજવાનું પ્રેરક આહવાન કર્યું છે.

આ સન્દર્ભમાં તેમણે કહ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સ્થળે વર્લ્ડ ક્લાસ ફેસેલિટીઝ વિકસાવવા રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી આવે તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. ભારતની એકતા અખંડીતતાનો વિશ્વને સાક્ષાત્કાર કરાવવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી એક ઉત્તમ સ્થળ છે.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે વડાપ્રધાન મોદીના હસ્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરીને જાહેર જનતા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આસપાસના વિસ્તારને વૈશ્વિક સ્તરનું પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું છે. જ્યાં ફલાવર ઓફ વેલી, ટેન્ટ સિટીનું પણ નિર્માણ કરાયું છે. આ પ્રવાસન સ્થળની સહેલાણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ (SVPRET) દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. વિશ્વકક્ષાના આ સ્થળને કારણે ખાસ કરીને ગુજરાતના ટુરિઝમને વેગ મળશે અને આ ક્ષેત્રમાં રોજગારીની નવી તકો પણ ઉભી થશે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]