રાહુલ દ્રવિડનો આઈસીસી હોલ ઓફ ફેમમાં સમાવેશ; સિદ્ધિ હાંસલ કરનાર પાંચમા ભારતીય

તિરુવનંતપુરમ – ક્રિકેટજગતમાં પ્રતિષ્ઠિત ગણાતા ‘ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ હોલ ઓફ ફેમ’માં ભૂતપૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધિ હાંસલ કરનાર દ્રવિડ પાંચમા ભારતીય છે.

આ પહેલાં આ સિદ્ધિ હાંસલ કરનાર અન્ય ભારતીય ક્રિકેટરો છે – બિશનસિંહ બેદી, સુનીલ ગાવસકર, કપિલ દેવ અને અનિલ કુંબલે.

તમામ પેઢીના મહાન ક્રિકેટરોની યાદીમાં સ્થાન મેળવવું એ કોઈ પણ ક્રિકેટરનું સપનું હોય છે. દ્રવિડનું આજે સાકાર થયું.

1971થી 1987 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમનાર ગાવસકર અને બેદી (1966-1979) બંનેને 2009માં આ બિરુદથી સમ્માનિત કરવામાં આવ્યા હતા જ્યારે કપિલ દેવ (1978-1994)ને 2010માં અને કુંબલે (1990-2008)ને 2015માં આ સમ્માન પ્રાપ્ત થયું હતું.

આજે કેરળના તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ગાવસકરના હસ્તે દ્રવિડને આઈસીસી હોલ ઓફ ફેમ સ્મૃતિચિન્હ સમાન કેપ એનાયત કરવામાં આવી હતી.

રાહુલ દ્રવિડે 164 ટેસ્ટ મેચોમાં 36 સેન્ચુરી સાથે 13,288 રન કર્યા હતા. એ 344 વન-ડે ઈન્ટરનેશનલ મેચો પણ રમ્યા હતા જેમાં 12 સદીની મદદથી 10,889 રન કર્યા હતા.

દ્રવિડને 2004માં આઈસીસી બેસ્ટ ક્રિકેટર ઓફ ધ યર અને બેસ્ટ ટેસ્ટ ક્રિકેટર તરીકે પણ પસંદ કરવામાં આવ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]