5 રાજ્યોના ચૂંટણી પરિણામો અંગે ગુજરાત ભાજપ-કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયા.. જૂઓ વિડીયો

અમદાવાદ- 5 રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના આજે પરિણામ જાહેર થઈ રહ્યાં છે. જે રાજ્યોમાં ભાજપની સત્તા હતી, તેવા 3 રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસ ભાજપ કરતા આગળ દેખાઈ રહી છે, ત્યારે ભાજપ પક્ષમાં પણ નિરાશા દેખાઈ રહી છે. ગુજરાત ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પણ કાર્યકર્તાઓ, હોદેદારોની પાંખી હાજરી જેવા મળી હતી. આ અંગે ગુજરાતમાં ભાજપ,કોંગ્રેસના નેતાઓએ તેમની પ્રતિક્રિયા આપી હતી. ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ કહ્યું હતું કે, ચૂંટણીના પરિણામની અસર જસદણની પેટા ચૂંટણી કે લોકસભાની ચૂંટણી પર નહિ પડે…