અમેરિકામાં ‘ગાંધી ગોઈંગ ગ્લોબલ મિશનઃ મિશેલ ઓબામા હાજર રહેવાની સંભાવના

અમદાવાદ: ગાંધીવાદી વિચારધારાની પ્રચાર માટે ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા 18-19, 2018ના રોજ ન્યૂ જર્સી કન્વેશન એન્ડ એક્સપોઝીશન સેન્ટર ખાતે પ્રદર્શન અને કાર્યક્રમનું આયોજન કરાયું છે. ‘ગાંધી ગોઈંગ ગ્લોબલ- A concept…A celebration…A commitment’ વિષયે બે વર્ષ સુધી ઝૂંબેશ ચલાવવામાં આવશે. આ ઝૂંબેશનો પ્રારંભ તા.2 ઓક્ટોબર, 2017ના રોજ ગાંધી જયંતિના દિને કરાયો હતો અને 2019માં આવનાર ગાંધીજીની 150મી જન્મજયંતિએ તેનું સમાપન થશે.

ગાંધી ગોઈંગ ગ્લોબલઝૂંબેશમાં આધુનિક સમયમાં ગાંધીજીના વિચારોનું વર્તમાન સમયમાં સુસંગતતા સમજાવીને તેના પ્રચાર કાર્યક્રમો યોજાશે. આવા કાર્યક્રમો પાયાના સ્તરે શરૂ કરીને શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને વ્યાપક જનસમુદાય સુધી પહોંચાડીને લોકોને તેના અભ્યાસમાં સામેલ કરવા પ્રયાસ કરાશે. ન્યૂ જર્સીમાં યોજાનાર બે દિવસીય કાર્યક્રમમાં વિવિધ ઉપક્રમ છે.

  • ગાંધી રીસર્ચ ફાઉન્ડેશન જલગાંવ દ્વારા મહાત્મા ગાંધીજીના જીવન અને સમય અંગે એક ઈન્ટરએક્ટીવ મ્યુઝિયમ સ્થાપવામા આવશે.
  • ગાંધી વિચારમાં માનનારા ડો. સામ પિત્રોડા અને ગાંધીવાદી અને સામાજિક કાર્યકર શ્રીમતી ઈલા ભટ્ટ આ સમારંભમાં મુખ્ય પ્રવચનો આપશે.
  • અમેરિકાના ભૂતપૂર્વ ફર્સ્ટ લેડી મિશેલ ઓબામા મુખ્ય પ્રવચનઆપે તેવી સંભાવના છે. તેમની સંમતિની રાહ જોવાઈ રહી છે.
  • ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા માનવ અધિકારો માટે લડત આપતા અને માર્ટીન લ્યૂથર કીંગ જુનિયરના પુત્ર તથા પ્રસિધ્ધ એક્ટીવિસ્ટ માર્ટીન લ્યૂથર કીંગ III નું તેમણે કરેલા કાર્યો બદલ બહુમાન કરાશે.
  • ગાંધી આશ્રમ-અમદાવાદ, ગાંધી નેશનલ મ્યુઝિયમ-નવી દિલ્હી, ગાંધી પીસ ફાઉન્ડેશન-નવી દિલ્હી, ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદ અને નવજીવન પ્રેસ-અમદાવાદ દ્વારા ગાંધીજીની યાદગાર ચીજો, પુસ્તકો, સાહિત્ય વગેરે પ્રદર્શિત કરાશે.
  • મહાત્મા ગાંધીના જાહેર પ્રવચનો તથા તેમના જીવન અને સમય અંગેની ફિલ્મો દર્શાવાશે. આ સમારંભ માટે ખાસ ગાંધીજીની રાષ્ટ્રભક્તિ અને ગાંધી સંસ્કૃતિ અંગે સંદેશો આપતો ખાસ કાર્યક્રમ કોરિયોગ્રાફ કરાયો છે.
  • ઉપરાંત કીંગ સેન્ટર, નેશનલ મંડેલા ફાઉન્ડેશન અને ગાંધી આશ્રમ- દક્ષિણ આફ્રિકા પણ તેમના સંગ્રહ સાથે આ સમારંભમાં સામેલ થશે. અમેરિકાની 100 થી વધુ યુનિવર્સિટીઓ અને લગભગ એટલી જ સંખ્યાની શાળાઓ પણ આ કાર્યક્રમમાં સક્રિય ભાગ લેશે. ઈન્ટરનેશનલ કોન્ફરન્સના ભાગ તરીકે સમારંભમાં સંબંધિત વિષય અંગે 5 ટેકનિકલ બેઠકો અને 2 પેનલ ચર્ચા યોજાશે. આ પ્રસંગે વિવિધ સમાંતર કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીજીએ પ્રગતિ, વિકાસ, પરિવર્તન અને ક્રાંતિ માટે પ્રેરણા આપી હતી. અમે આ કાર્યક્રમમાં સામેલ થનારા દરેકને પરિવર્તક બનવા માટે પ્રેરણા આપવાનું ધ્યેય ધરાવીએ છીએ.”

આ પ્રદર્શન અને એક્સપોને 3 કેટેગરીમાં વહેંચ્યો છે. તેમાં દિવસના 6 કલાક સેમિનાર, વર્કશોપ્સ અને સ્મૃતિ મ્યુઝિયમ, પ્રદર્શન તેમજ ગાંધીવાદી પ્રવૃત્તિઓ દર્શાવતા ટ્રેડ શો ઉપરાંત હાથ બનાવટની ચીજો અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, મહત્વના પ્રવચનો તથા ખાદી ફેશન શો આ કાર્યક્રમમાં કેન્દ્ર સ્થાને રહેશે.

ગાંધીયન સોસાયટી, અમેરિકા દ્વારા ગાંધી વિચારધારાને આગળ ધપાવનાર મહાનુભવોનું બહુમાન પણ કરવામાં આવશે.