રાજ્યમાં સહિત દેશમાં મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે આગમી સપ્તાહમાં વરસાદ કેવો રહેશે, તેને લઈ હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. આ વર્ષે ચોમાસું વહેલું આવી અનુકુળ પરિસ્થિતિ ના હોવાને લઈ ચોમાસું થંભી ગયું હતું. જ્યારે સામાન્ય રીતે આ વર્ષે ચોમાસુ થોડું નબળી શરૂઆત થઈ છે. હાલના સમયમાં રાજ્યમાં ચોમાસાએ બરાબર જમાવટ લીધી છે. અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 23 ટકા વરસાદ નોંધાયો છે. ત્યારે રાજ્યમાં 8-9 જુલાઇ માટે આગાહી કરવામાં આવી છે.
ક્યાં વિસતારમાં થશે ધીમી ધારે વરસાદ
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસમાં કેટલાક વિસ્તારમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાય શકે છે. આજે વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, તેમજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં સામાન્ય વરસાદ પડી શકે છે. આ ઉપરાંત 9 જુલાઈના રોજ મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે, વરસાદની શક્યતા ઓછી રહેશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ ઝાપટા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ-પશ્વિમ દિશામાંથી 10-20 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાશે.
હવામાન વિભાગની આગાહી અનુસાર 10 જુલાઇએ કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે 11 જુલાઇએ વાદળછાયું વાતાવરણ યથાવત્ રહેશે. 12 જુલાઇએ બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ વર્ષે અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 30.21 ટકા, કચ્છમાં 25.63 ટકા, દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 25.44 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 14.97 ટકા અને ઉત્તર ગુજરાતમાં 15.66 ટકા વરસાદ નોંધાયો છે.