કોંગ્રેસ નેતા ભૂલ્યા ભાન, જાણો શું નિવેદન આપ્યું..

લોકસભા ચૂંટણીને ચાર દિવસ બાકી છે. તમામ પાર્ટીઓ ચૂંટણી પ્રચાર તેજી કર્યો છે. ફરી એક વખત ચૂંટણી ઢંઢેરામાં રાજકોટના નેતા ભાન ભૂલ્યા છે. જ્યાં એક બાજુ રાજકોટના ભાજપ ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદનથી રાજોકટ રાજકારણમાં ગરમાયેલો છે. ત્યારે ચૂંટણી પ્રચાર વખતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યની જીભ લપસી હતી. ઈન્દ્રનીલ રાજ્યગરુએ રાહુલ ગાંધીની રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સાથે સરખામણી કરીને તેમજ અપમાનજનક નિવેદન આપ્યું છે.

રાજકોટ બેઠક પરના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીની પ્રચાર સભા હેદર ચોકમાં યોજાઈ હતી. આ દરમિયાન ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી પર અપમાનજનક નિવેદન આપ્યું હતું.  પૂર્વ ધારાસભ્યના નિવેદનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતો. રાજ્યગુરુએ મંચ પરથી બોલ્યા હતા કે ‘આવતા દિવસોમાં મારા શબ્દો લખવા હોય તો લખી લેજો, આ દેશમાં બીજો ગાંધી પાકશે તો એ રાહુલ ગાંધી હશે.’ પૂર્વ ધારાસભ્યએ ધુમાં કહ્યું હતું કે ‘રાહુલ ગાંધી તો સંપુર્ણપણે નિખાલસ અને સાચો માણસ છે, કે જેને પપ્પુ ઠેરવવાનો પ્રયત્ન કરાયો અને તેના માટે અબજો કરોડો રૂપિયા વાપર્યા તેમ છતાં દેશ આજે સ્વીકારે છે કે આ (રાહુલ ગાંધી) માણસ બરાબર છે.’

ઈન્દ્રનીલ રાજ્યગુરૂની સ્પષ્ટતા

કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યએ નિવેદના બાદ સ્પષ્ટતા આપી હતી. નિવેદન પર સ્પષ્ટતા આપતા કહ્યું કે ‘મે જે વાત કરી છે તે ઈતિહાસમાં લખાયેલી વાત છે. ગાંધીજીએ તેમની કુશળતા દેશને અર્પણ કરી,રાહુલ ગાંધી એ બીજા ગાંધીજી છે, ગાંધીજીને બદનામ કરનારા ગાંધીજીની ચિંતા કરે છે, રાહુલ ગાંધી મજબુતાઈ અને નિષ્ઠાથી લડવા નીકળ્યા છે. ભાજપ રાહુલ ગાંધીને બદનામ કરી રહી છે, રાહુલ ગાંધીમાં ગાંધીજી જેવી ચતુરાઈ અને કુશળતા છે. ગોડસેની પુજા કરનારા ગાંધીજીની ચિંતા કરે તે મને ગમ્યુ, રાહુલ ગાંધી દ્રઢતા, નિષ્ઠા અને સત્યાગ્રહ રાખે છે,મે ઈતિહાસને વાગોળ્યો છે.’