અમેરિકા: જેમ ભારતમાં કાશીને મંદિરોની નગરી કહેવામાં આવે છે તેમ કેલિફોર્નિયાના નોરવોક શહેરને “ કેલિફોર્નિયાનું કાશી” કહેવામાં આવે છે. કેમ કે લોસ એન્જલસના વિસ્તારોમાં લગભગ પંદર જેટલાં મંદિરો આવેલાં છે. તેમાંથી પાંચ જેટલાં મંદિરો ફક્ત નોરવોક શહેરમાં જ છે.
આ મંદિર નોરવોક શહેરના પાયોનિયર ( pioneer) અને ઇમપીરિયલ (Imperial) સ્ટ્રીટ પર આવેલા છે. જેનો પાયો 1978ના વર્ષમાં નખાયો હતો. એટલે જ તેને પાયોનિયર કહેવાય છે. ઇમપીરિયલમાં Imp એટલે મહત્વનું અને રિયલ એટલે ખરું એવો અર્થ થાય છે.
આ મંદિરોમાં શહેરનું પ્રથમ અને જૂનામાં જૂનું મંદિર એટલે રાઘાકૃષ્ણ મંદિર, જેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો એ વખતે અનેક મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમો યોજવામાં આવ્યા.

મંદિરના ગોલ્ડ મેડાલિષ્ટ ભરતભાઈ રાજગોર અને તેમના પત્ની નલિનીબેન રાજગોર દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં કેટલાય કર્મકાંડી બ્રાહ્મણો, ચાર વેદના વિદ્વાન એવા પંડિતોના સહયોગથી જુદા-જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા.
લોસ એન્જલસ વિસ્તારમાં આવેલા મંદિરને ભૂદેવો પણ સતત સેવા પૂજામાં ભાગીદાર થયા. સાથે જે તે મંદિરના ટ્રસ્ટીઓ પણ સહભાગી બન્યા. આ કાર્યક્રમમાં સેરિટોસ સીટીના પૂર્વ મેયર ને હાલના કાઉન્સિલર નરેશ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા.

મંદિરમાં ગણેશજી, હનુમાનજી, શિવલિંગ સાથે પાર્વતીજી, જલારામ બાપા, ગુરુ દત્રાતેય, ખોડિયાર માતા ને રાઘાકૃષણની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી.

મંદિરમાં સુંદર સુશોભન સાથે ભાવિષા ને સંજય પટેલ દ્વારા ઓરેગન સ્ટેટથી સમગ્ર સામગ્રી લાવીને ગોવર્ધન પર્વત સાથે “ગિરિરાજઘરણ”ની સુંદર ને આબેહૂબ પ્રતિકૃતિ બનાવવામાં આવી.

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં નિલેશ દેસાઈ, વિરેશ દેસાઈ, પ્રવિણ પટેલ, કેતન ચોક્સી, હર્ષદ દેસાઈ, અરવિંદ પટેલ, કેવિનભાઇ, રાજેશ પટેલ પારુલ સંપત, ધવલ ખારવા, ઉપેન શાહ, અલકાબેન નિલેશભાઇ પટેલ, રુપલ પટેલ, સ્નેહલ દેસાઈ, હંસાબેન પટેલ, કલા પટેલ, પ્રીતિ દેસાઈ, નિલ પટેલ વિગેરે એ રાત-દિવસ ખડેપગે કાર્યરત રહી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વ્યવસ્થામાં સહભાગી થયા. 
રાધાકૃષ્ણજી સર્વ ભક્તોને સુખ સમૃદ્ધિ સાથે આરોગ્યલક્ષી સંપદા પ્રદાન કરે તેવી અહીં સૌએ મળીને પ્રાર્થના કરી.
(તસવીરો – ઉપેન શાહ)


