પંચમહાલ: પુનરાવર્તન કે પરિવર્તન?

પંચમહાલ: ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ 7મી સદીમાં પંચમહાલની સ્થાપના કરી હતી. જેનું મુખ્યાલય ગોધરા છે. આ જ જિલ્લામાં ઑટોમોબાઈલ કંપની જનરલ મોટર્સનું કારખાનું છે. પંચમહાલ લોકસભા બેઠક 2008માં અસ્તિત્વમાં આવી અને 2009માં ત્યાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ. છેલ્લી પાંચ ચૂંટણીથી ભાજપે અહીં પકડ જમાવી રાખી છે. ક્ષત્રિય, મુસ્લિમ અને કોળી સમાજ અહીં પ્રભુત્વ ધરાવે છે. 

ઉમેદવાર

ભાજપ: રાજપાલસિંહ જાદવ

મૂળ કાલોલ તાલુકાના કરોલી ગામના વતની છે. બી.એ.ની ડિગ્રી ધરાવે છે. વર્ષ ૧૯૯૮માં RSSમાં જોડાયા બાદ વર્ષ ૨૦૦૦થી ભાજપમાં સક્રિય છે. રાજપાલસિંહ વર્ષ ૨૦૦૧માં કરોલી ગ્રામ પંચાયતના સભ્ય બન્યા અને ૨૦૧૭માં જિલ્લા પંચાયતની કરોલી બેઠક પરથી જીત મેળવી. જ્યારે ૨૦૧૯માં જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા. વર્ષ ૨૦૨૧થી જિલ્લા ભાજપના ઉપપ્રમુખનો કાર્યભાર સંભાળનાર રાજપાલસિંહને સીધા લોકસભામાં લઈ જવાનો ભાજપે નિર્ણય કર્યો છે.

કોંગ્રેસ: ગુલાબસિંહ ચૌહાણ

કોંગ્રેસ દ્વારા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણને પંચમહાલ લોકસભા બેઠક પર ઉમેદવાર તરીકે જાહેર કરાયા છે. લુણાવાડા 122 વિધાનસભા સીટ પર 26,620 મતની લીડથી જીતેલ ઉમેદવારને લોકસભાની ટિકિટ મળતાં ગુલાબસિંહના સમર્થકોમાં ભારે મતોથી જીતની આશા વ્યકત કરી છે. ગુલાબસિંહ ચૌહાણ 2006થી 2010 સુધી વિરાણીયા જૂથ ગ્રામ પંચાયતના સરપંચ રહી ચૂક્યા છે. 2015 થી 2020 સુધી જિલ્લા પંચાયત મહીસાગરના સભ્ય રહ્યા છે. 2019 અને 2022ની વિધાનસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. આ ઉપરાંત તેઓ મહીસાગરમાં જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ, જિલ્લા કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી છે.

PROFILE

  • પંચમહાલ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા, શહેરા, મોરવા હડફ, ગોધરા અને કાલોલ
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રતનસિંહ રાઠોડ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 4,28,541 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા

કુલ મતદારો      18,89,945

પુરુષ મતદાર     9,63,535

સ્ત્રી મતદાર       9,26,380

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક વિજેતા પક્ષ વોટ લીડ
ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ 1,21,348 61,919
બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ 92,501 51,422
લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ 72,087 26,620
શહેરા ગેલાભાઈ આહિર ભાજપ 1,07,775 47,281
મોરવા હડફ(ST) નિમીષા સુથાર ભાજપ 81,897 48,877
ગોધરા સી. કે. રાઉલજી ભાજપ 96,223 35,198
કાલોલ ફતેસિંહ ચૌહાણ ભાજપ 1,41,686 1,15,679

પંચમહાલ બેઠકની વિશેષતા

  • 1951ના સમયે આ બેઠક પંચમહાલ્સ કમ બરોડા ઇસ્ટ બેઠક હતી.
  • 1957 અને 1962ની ચૂંટણીમાં આ સીટનું નામ પંચમહાલ્સ થયું. પછી ગોધરા નામથી આ સીટ અસ્તિત્વમાં આવી.
  • આ બેઠક 2008 સુધી ગોધરા લોકસભા બેઠક હતી. 2009થી નવા સીમાંકન બાદ તે પંચમહાલ બેઠક તરીકે ઓળખાય છે.
  • 1957માં થયેલ ચૂંટણીમાં કોંગ્રેસના માંગાલાલ ગાંધી આ બેઠક પરથી ચૂંટાયા હતા.
  • નવા સીમાંકન બાદ 2009માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપના પ્રભાતસિંહ ચૌહાણ આ બેઠક પરથી વિજેતા બનેલા.
  • આ બેઠક પર દાહોદ, ખેડા અને પંચમહાલ જિલ્લાની વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે.
  • આ બેઠક પર લગભગ 85% વસ્તી ગ્રામીણ વિસ્તારની છે જ્યારે 15% વસ્તી શહેરી વિસ્તારની છે.