સુરતમાં કોંગ્રેસનું પત્તુ કપાયું, ટેકનિકલ ખામીથી ઉમેરવારી થઈ રદ?

સુરત: દેશ સહિત રાજ્યમાં લોકસભા ચૂંટણીને લઈ ધમધમાટ ચાલી રહ્યો છે. તારીખ 19 એપ્રિલના રોજ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આગામી 7 મેના રોજ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની સાથે પાંચ બેઠકો પર પેટાચૂંટણી માટે પણ મતદાન યોજાશે. જ્યારે ચૂંટણીના પરિણામો 4 જૂને જાહેર થશે. આજે ઉમેદવારના ફોર્મ ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવી છે. આ વચ્ચે સુરતથી કોંગ્રેસ માટે ચિંતાના સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ટેકનિકલ કારણોસર સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ કરાયું છે.

કોંગ્રેસને મોટો ઝટકો

ગઈકાલે લોકસભા માટે ઉમેદવારી નોંધાવવાનો છેલ્લો દિવસ હતો. આજે ઉમેદવારોના ફોર્મ ચેકિંગ થવાનું હતું. ત્યારે કોંગ્રેસ માટે ખરાબ સામાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર સુરત કોંગ્રેસના ઉમદેવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી પંચ રદ કરી શકે છે. નોંધનીય છે કે ચંટણી પંચ દ્વારા સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. આ સાથે સત્તાવરા જાહેરાત બાદ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ શકે છે