CM દ્વારકાનું હવાઈ નિરીક્ષણ કર્યું..

રાજ્યમાં એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થતા વરસાદનું જોર વધ્યું હતું. ત્યારે ભારે વરસાદથી ગુજરાતના કેટલાક વિસ્તારમાં તારાજીના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે આજે દ્વારકામાં વરસાદના કારણે થયેલી તારાજીનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવાઈ નિરીક્ષણ કર્યું હતું. મુખ્યમંત્રીએ હવાઇ નિરીક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુખ્ય સચિવ રાજકુમાર તથાં અધિક મુખ્ય સચિવ પંકજ જોશી અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય પણ હવાઇ નિરિક્ષણમાં તેમની સાથે જોડાયા હતા.

મેધરાજાની સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી રહ્યા છે. પાછલા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. દ્વારકા, જૂનાગઢ અને પોરબંદર આ ત્રણ જિલ્લાઓમાં અનરાધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે દ્વારકામાં જનજીવન પ્રભાવિત થયું હતું. ખેડૂતો સહિત સ્થાનિક લોકોને પણ ભારે હાલાકિનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન તંત્ર દ્વારા અનેક લોકોનું રેસ્ક્યુ પણ કરાયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલે દ્વારકાનું હવાઈ નિરિક્ષણ કર્યુ હતું, અને પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો.