નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2024-25માટે દેશનું બજેટ રજૂ કર્યું છે. કેન્દ્રીય નાણામંત્રીના 1 કલાકથી વધુના ભાષણમાં શિક્ષણ, રોજગાર, ખેડૂતો, મહિલાઓ અને યુવાનો પર તેમનું ફોક્સ હતું. આ ઉપરાંત વિકસિત ભારતને કેન્દ્રમાં રાખીને તમામ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે અને અલગ અલગ ક્ષેત્ર માટે મોટી જાહેરાતો નાણામંત્રીએ કરી છે. ત્યારે બજેટની રજૂઆત બાદ વડાપ્રધાન મોદીએ પણ બજેટને આવકાર્યુ છે અને કહ્યું કે આ બજેટ ગામ, ગરબી અને ખેડૂતોને સમર્પિત બજેટ છે.
CMની બજેટ પર પ્રતિક્રિયા
તો હવે વર્ષ 2024-25ના બજેટને લઈ ગુજરાતની મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે રજૂ કરેલા 2024-25ના વર્ષના બજેટને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવી આવકાર્યું છે અને મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ બજેટ વિકસિત ભારતના નિર્માણનું બજેટ છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામને પ્રસ્તુત કરેલા નાણાકીય વર્ષ 2024-25 ના #BudgetForViksitBharat ને વિકસિત ભારતના નિર્માણનો સુરેખ પથ કંડારતુ બજેટ ગણાવતા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ. pic.twitter.com/v6hVF7pB0N
— CMO Gujarat (@CMOGuj) July 23, 2024
PMની બજેટ પર પ્રતિક્રિયા
બજેટ 2024ને લઈને પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મિડલ ક્લાસને મદદ મળશે. આર્થિક વિકાસને ગતિ મળશે. આ બજેટ સમૃદ્ધિ તરફ લઈ જનારુ બજેટ છે. આ બજેટ થકી કરોડો લોકોને રોજગારી મળશે તેમ જણાવ્યું. દરેક વર્ગને બળ આપનારુ બજેટ છે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટ દેશને નવી ઊંચાઈ પર લઇ જનાર છે. બજેટથી અર્થતંત્રને નવી તાકાત મળશે. તેમજ દરેક વર્ગને લાભ પહોંચાડનાર બજેટ છે. સાથે જ જણાવ્યું કે નાના ઉદ્યોગો માટે બજેટમાં અનેક જોગવાઈ કરવામાં આવી છે.