મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના જન્મદિવસની ઉજવણી..

આજે ગુજરાત રાજ્યના 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો 62મો જન્મદિવસ છે, તેમણે 63 વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભ અવસર પર પ્રધાન મંત્રી સહિતના દિગ્ગજનેતાઓ  ત્યારે મુખ્યમંત્રી પણ આજે દિવસભર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને સેવાકાર્યો કરશે. સાથે જ લોકોની શુભેચ્છા અને અભિવાદન ઝીલશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે પોતાના જન્મ દિવસ અવસરે વહેલી સવારે અડાલજ ત્રિમંદિર ખાતે દાદા ભગવાન મંદિરમાં દર્શન અર્ચના કરીને દિવસના કાર્યોનો પ્રારંભ કર્યો હતો.

મુખ્યમંત્રીએ  ત્રિમંદિર પરિસરમાં પૂજ્ય દાદા ભગવાન, નીરૂમાંની સમાધિ પર શિશ ઝુકાવી આશીર્વાદ મેળવ્યા હતા અને દેવી દેવતાઓના  દર્શન તેમજ શિવ મંદિરમાં જલાભિષેક કર્યો હતો. મુખ્યમંત્રીએ  જન્મ દિવસ અવસરે  રાજ્યના સૌના  સ્વાસ્થ્ય સુખાકારી સમૃદ્ધિ અને સમગ્ર રાજ્યના સમગ્રતયા  અવિરત વિકાસ માટે પ્રાર્થના કરી હતી.

આ અવસર પર દેશ પ્રધાનમંત્રીએ ગુજરાતના મુખ્ય મંત્રીને જન્મ દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે તેઓ ગુજરાતના વિકાસને વેગ આપવા અને રાજ્યના યુવાનોને સશક્ત બનાવવા માટે પ્રશંસનીય પ્રયાસો કરી રહ્યા છે. લોકોની સેવામાં તેમને લાંબા અને સ્વસ્થ જીવનની શુભેચ્છા.

જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં આજનાં કાર્યક્રમોની વાત કરીએ તો, આજે સવારે 8.30 કલાકે ગોતા ખાતે વંદે માતરમ ચાર રસ્તા પાસે AMCના સફાઈ કામદાર બહેનોના હસ્તે વૃક્ષારોપણ કર્યું. જે બાદ ભૂપેન્દ્ર પટેલ 9 થી 9.30 કલાક દરમિયાન બોડકદેવ ખાતે સિગ્નલ સ્કૂલના બાળકો તેમજ તેમના માતા-પિતાનું હેલ્થ ચેકઅપ, આયુષ્યમાન કાર્ડ અને આધારકાર્ડ કેમ્પમાં ભાગ લીધો. સવારે 10 કલાકે સોલા સિવિલ હોસ્પિટલના દર્દીઓને ફ્રૂટ વિતરણ કર્યું. ત્યાર બાદ સવારે 10.30 કલાકે વસ્ત્રાપુર અંધજન મંડળ ખાતે દિવ્યાંગ બાળકોને ભોજન પીરસ્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સવારે 11 કલાકે મતવિસ્તારમાં આંગણવાડીના બાળકોને ફ્રૂટ વિતરણ, ત્યાર બાદ ખોડિયાર ગામે સગર્ભા બહેનોને પૌષ્ટિક આહાર કીટનું વિતરણ, ઘાટલોડિયામાં AMC સંચાલિત સ્કૂલનાં બાળકોને ચોપડા વિતરણ કરશે. ત્યાર બાદ સાંજે 7 કલાકે સોલા ભાગવત મંદિરમાં મહાઆરતી કરશે. ઉપરાંત, થલતેજનાં સાંઇ મંદિર ખાતે નિરાધાર લોકોને ભોજન પીરસશે.