અમદાવાદ સીરિયલ બ્લાસ્ટના સૂત્રધાર અબ્દુલ તૌકીર 20 દિવસ રીમાન્ડ પર

અમદાવાદઃ અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ અબ્દુલ સુભાન તૌકીરને અમદાવાદ ક્રાઈમબ્રાન્ચ દિલ્હી પોલીસ પાસેથી કસ્ટડી મેળવી અમદાવાદ લઈ આવી છે. ક્રાઈમ બ્રાંચે અબ્દુલની ગત રાત્રે ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજૂ કરાયો હતો. આતંકી અબ્દુલ સુભાન તૌકીરના સાબરમતી જેલની સ્પેશિઅલ કોર્ટમાં 20 દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં હતાં. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા 30 દિવસના રીમાન્ડની માગ કરવામાં આવી હતી.

2008માં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટના માસ્ટર માઈન્ડ ઉત્તર પ્રદેશના અબ્દુલ સુભાન તોકિરને પોલીસે દસ વર્ષે દિલ્હીથી ઝડપી પાડવામાં આવ્યો છે. દિલ્હી પોલીસની તપાસમાં અબ્દુલ સુભાને બ્લાસ્ટનો પ્લાન જુહાપુરામાં સીમીની મિટિંગમાં ઘડ્યો હતો. બ્લાસ્ટ કરતા પહેલા તેણે અમદાવાદના એલિસબ્રિજના ધારાસભ્ય રાકેશ શાહ અને વડોદરાના સેનેટ સભ્ય દિપક શાહની ઓફિસ અને ઘરની રેકી કરી હતી.

અમદાવાદના જુહાપુરામાં થયેલી સીમીની મીટિંગમાં ક્યામુદ્દીન કાપડિયાના સંપર્કમાં તોકિર આવ્યો હતો. ક્યામુદ્દીનને વડોદરામાં પણ બ્લાસ્ટ કરવા માટે હિન્દુ વિસ્તારોની રેકી કરવા માટે જણાવવામાં આવ્યું હતું. અમદાવાદ અને વડોદરા ખાતે યુવાનોને જેહાદ માટે તૈયાર કરવા, ભાષણો કરવા માટે તૈલીમ આપવાની તૈયારીઓ કરી હતી. સીમી અને આઈ.એમ વચ્ચે જોડતી કડીની ભૂમિકા ભજવી હતી.

સુભાન ત્રણથી ચાર વખત પાકિસ્તાન પણ જઈ આવ્યો હતો. અમદાવાદમાં બ્લાસ્ટ કરવા માટે તેણે જગ્યાઓ પસંદ કરી હતી. ક્રાઈમબ્રાંચની ટીમ દિલ્હી પોલીસ પાસેથી અબ્દુલ સુભાન તોકિરની ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરી ગઈકાલે રાત્રે તેને સ્પેશીયલ ચાર્ટર્ડ પ્લેન દ્વારા અમદાવાદ લઈ આવી હતી. આજે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગ કરવામાં આવશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]