નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમાર પર લગાવેલા ગંભીર આરોપો બાદ ભાજપે તેમના પર તીખી પ્રતિક્રિયા આપી છે. આ આરોપો પર ભાજપના અનેક નેતાઓએ રાહુલ પર તીખો પ્રહાર કર્યો છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ પણ લોકસભામાં વિપક્ષના નેતા પર તીખો હુમલો કર્યો છે. ઝારખંડના ગોડ્ડાથી સાંસદે X પર પોતાના એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારતમાં Gen Z પરિવારવાદ અને ભ્રષ્ટાચારના વિરોધમાં છે. તે નેહરુજી, ઇન્દિરાજી, રાજીવજી, સોનિયાજી બાદ રાહુલજીને શા માટે સહન કરશે?
ભાજપ સાંસદે કહ્યું હતું કે Gen Z બાંગ્લાદેશમાં ઈસ્લામિક રાષ્ટ્ર, નેપાળમાં હિંદુ રાષ્ટ્ર બનાવવા માગે છે તો પછી ભારતને હિંદુ રાષ્ટ્ર શા માટે નહીં બનાવે? દેશ છોડવાની તમે કરો તૈયારી…રાહુલે X પર કહ્યું હતું કે ભારતમાં GenZ ‘વોટ ચોરી’ રોકશે
દુબેનું આ નિવેદન રાહુલ ગાંધીના એક X પોસ્ટના જવાબમાં આવ્યું હતું. રાહુલે પોસ્ટમાં કહ્યું હતું કે દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ અને દેશના GenZ સંવિધાનને બચાવશે. તેઓ લોકશાહીનું રક્ષણ કરશે અને ‘વોટ ચોરી’ રોકશે.
રાહુલે હાલમાં પત્રકાર પરિષદમાં CEC પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે CEC પર ‘વોટ ચોરી’ કરનારાઓને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. મહારાષ્ટ્ર અને કર્ણાટકના મતદાર યાદીમાં મતદારોનાં નામ કાઢવામાં આવ્યા છે અને નવાં ઉમેરાયાં છે, તેવો દાવો કરતાં રાહુલે કહ્યું હતું કે આ ખૂબ જ સુનિયોજિત અને વ્યવસ્થિત રીતે મતને ‘હાઇજેક’ કરવાની પ્રક્રિયા છે.
Gen Z परिवार वाद के खिलाफ है
1.वह नेहरु जी,इंदिरा जी,राजीव जी,सोनिया जी के बाद राहुल जी को क्यूँ बर्दाश्त करेगा?…
2. वह भ्रष्टाचार के खिलाफ है, आपको क्यूँ नहीं भगाएगा?
3. वह बांग्लादेश में इस्लामिक राष्ट्र तथा नेपाल में हिंदू राष्ट्र बनाना चाहता है,वह भारत को हिंदू राष्ट्र क्यूँ… https://t.co/Rbdt6g82Ou— Dr Nishikant Dubey (@nishikant_dubey) September 18, 2025
રાહુલના આરોપ ખોટા અને નિરાધાર – ચૂંટણી પંચ
રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચે કહ્યું હતું કે રાહુલ ગાંધી દ્વારા લગાવેલા આરોપ ખોટા અને નિરાધાર છે. કોઈ પણ મત ઓનલાઈન કોઈ પણ વ્યક્તિ દ્વારા દૂર કરી શકાતી નથી, જેમ કે ગાંધીએ ખોટી ધારણા ઊભી કરી છે.
