વોશિંગ્ટનઃ ઓસ્કાર એવોર્ડમાં બેસ્ટ એક્ટરનો એવોર્ડ જીતનાર વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ માર્યાના કેટલાક દિવસો પછી એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સીસમાંથી રાજીનામું આપ્યું છે. સ્મિથે જણાવ્યું હતું કે મેં સીધી એકેડેમીની ડિસિપ્લિનરી પગલાંની સુનાવણીની નોટિસનો જવાબ આપ્યો છે. હું મારા વર્તન માટે કોઈ પરિણામોનો સંપૂર્ણ રીતે સ્વીકાર કરું છું. 94મા એકેડેમી એવોર્ડમાં મારી વર્તણૂક ચોંકાવનારી, દર્દનાક અને અક્ષમ્ય હતી.
તેણે કહ્યું હતું કે જે લોકોની ભાવનાને મેં ઠેસ પહોંચાડી છે, એની યાદી લાંબી છે અને એમાં ક્રિસ, તેનો પરિવાર, મારા મિત્રો અને ઉપસ્થિત બધા લોકો અને ઘરે બેઠેલા દર્શકો સામેલ છે. આ ઘટનાથી અનેક લોકોનાં દિલ તૂટી ગયાં અને એકેડેમીના વિશ્વાસને મેં ભારે ઠેસ પહોંચાડી છે.
સ્મિથે પહેલાં એકેડેમી અને રોકથી માફી માગી હતી. આ ઘટના પછી સ્મિથને ઓસ્કારમાં સર્વશ્રેષ્ઠ એક્ટર ઘોષિત કરવામાં આવ્યો હતો.
વિલ સ્મિથે કોમેડિયન ક્રિસ રોકને તેની પત્તની જેડા પિંકેટ સ્મિથ પર નિર્દેશિત બાદ મજાકથી ગુસ્સે થયા પછી મંચ પર થપ્પડ મારી હતી. 94મો એકેડેમી એવોર્ડ લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં થયો હતો.