મલાઈકાને હોસ્પિટલમાંથી રજા અપાઈ; મુંબઈ-ઘેર પાછી ફરી

મુંબઈઃ ગઈ કાલે રાતે મુંબઈ-પુણે હાઈવે પર કાર અકસ્માતમાં ઈજા પામેલી બોલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરાને આજે નવી મુંબઈની એપોલો હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. તે એનાં બોયફ્રેન્ડ-અભિનેતા અર્જુન કપૂરની સાથે બપોરે મુંબઈ ઘેર પાછી ફરી હતી. મલાઈકા ગઈ કાલે પુણેમાં એક ફેશન કાર્યક્રમમાં હાજરી આપીને મુંબઈ પાછી ફરી રહી હતી ત્યારે એની રેન્જ રોવર કાર બીજા બે વાહન સાથે અથડાઈ પડી હતી. અન્ય બે કાર ટૂરિસ્ટ વેહિકલ હતી.

અકસ્માતમાં મલાઈકાને નજીવી ઈજા થઈ હતી અને તેને એપોલો હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં એને અમુક ટાંકા લેવા પડ્યા હતા. આજે તેની તબિયત સારી થયાં બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. એને માથામાં કોઈ મોટી ઈજા થઈ નથી. અર્જુન કપૂર મુંબઈથી આવીને તેને તેડી ગયો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]