ટીવી-કોમેડિયન ભારતીસિંહ મમ્મી બની; પુત્રને જન્મ આપ્યો

મુંબઈઃ ધ કપિલ શર્મા શો સહિત અને રિયાલિટી ટીવી શોમાં કોમેડિયન તરીકે પ્રખ્યાત થયેલી ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિંબાચિયા માતા-પિતા બન્યાં છે. ભારતીએ આજે અહીં એમનાં પ્રથમ સંતાનરૂપે પુત્રને જન્મ આપ્યો છે. આની જાણકારી ભારતીએ જ તેનાં ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આપી છે.

આ સમાચાર વહેતાં થતાં ભારતી અને હર્ષ ઉપર કરણ જોહર, શમિતા શેટ્ટી, ગૌહર ખાન સહિત અનેક ફિલ્મી હસ્તીઓ તરફથી શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે. ભારતી અને ટીવી શો અભિનેતા હર્ષે 2017ની 3 ડિસેમ્બરે ગોવામાં લગ્ન કર્યાં હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]