ભારતની નિકાસનો આંક 418-અબજ ડોલર પર પહોંચ્યો

નવી દિલ્હીઃ કેન્દ્રના વાણિજ્ય પ્રધાન પીયૂષ ગોયલનું કહેવું છે કે વર્ષ 2021-22માં ભારતે કરેલી નિકાસનો આંક 418 અબજ ડોલરના વિક્રમી આંકને સ્પર્શી ગયો હતો. માર્ચ મહિનામાં, ભારતની નિકાસ 40 અબજ ડોલરની આસપાસ હતી. આપણે આ પહેલાં કોઈ એક જ મહિનામાં આટલી મોટી રકમની નિકાસ કરી નહોતી.

ગોયલે અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે વર્ષ 2021-22 દરમિયાન દેશમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીની બીજી અને ત્રીજી લહેર ફરી વળી હતી તે છતાં આપણે માસિક ધોરણે 30 અબજ ડોલરની નિકાસ નોંધાવી હતી. એન્જિનિયરિંગ માલસામાનની નિકાસે 111 અબજ ડોલરનો વિક્સમસર્જક આંક પ્રાપ્ત કર્યો હતો. એમાંના 16 અબજ ડોલરની કિંમતનો માલસામાન અમેરિકામાં મોકલવામાં આવ્યો હતો.