મુંબઈઃ બોલીવુડ કલાકાર દંપતી વિકી કૌશલ અને કેટરીના કૈફને જાનથી મારી નાખવાની સોશ્યલ મીડિયા પર ધમકી મળી છે. આ પ્રકરણમાં પોલીસમાં ફરિયાદ થયા બાદ એક અજ્ઞાત વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
ધમકી મળ્યા બાદ વિકી કૌશલે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ આ કેસમાં એક જણને અટકમાં લઈને તપાસ કરી રહી છે. વિકી અને કેટરીના હાલમાં જ રજા માણવા માલદીવ ગયાં હતાં. ત્યાં જ એમણે કેટરીનાનો જન્મદિવસ ઉજવ્યો હતો. ત્યાંથી તેઓ હાલમાં જ એમના મિત્ર તથા એના પરિવારજનો સાથે મુંબઈ પાછાં ફર્યાં હતાં. એ પછી વિકીને ધમકી મળી હતી અને તેણે એક અજ્ઞાત ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. વિકીએ પોલીસને કહ્યું કે એક વ્યક્તિ ઈન્સ્ટાગ્રામ પર ધમકીભર્યા મેસેજ પોસ્ટ કરવા સાથે ધમકી આપી રહ્યો છે. આરોપી કેટરીનાને પણ ફોલો કરી રહ્યો છે અને એને પણ ધમકી આપે છે. પોલીસે ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી)ની ત્રણ કલમ હેઠળ ગુનો નોંધ્યો છે. એ વ્યક્તિએ સોશ્યલ મીડિયાના માધ્યમથી વિકી અને કેટરીના, બંનેને મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે એ વ્યક્તિને અટકમાં લીધો છે.
