ટીકાકારોને ઉર્ફી જાવેદનો જવાબ

મુંબઈઃ ટીવી શોની અભિનેત્રી અને બધાથી અલગ તથા ઉત્તેજક ફેશનનાં વસ્ત્રો પહેરનારી ઉર્ફી જાવેદ સોશ્યલ મીડિયા પર કાયમ ચર્ચામાં રહેતી હોય છે. ફોટોગ્રાફરો સાથેનો તેનો વ્યવહાર પણ નેટયૂઝર્સનું ધ્યાન ખેંચતો હોય છે. ઉર્ફીને તેનાં પહેરવેશને કારણે અવારનવાર ઈન્ટરનેટ પર ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આ વખતે એ ચૂપ રહી નથી. એણે તેનાં ટીકાકારોને સંભળાવી દીધું છે.

હાલમાં જ ઉર્ફીને એક ફોટોગ્રાફરે સવાલ પૂછ્યો હતો કે, ‘તારી ડ્રેસિંગ સેન્સ જોઈને નાના છોકરાઓ બગડી નહીં જાય?’ એ સાંભળીને ઉર્ફી ગુસ્સે થઈ હતી અને બોલીઃ ‘નાના છોકરાઓ રામાયણ જોઈને સુધરી જશે અને મને જોઈને બગડી જશે. એડલ્ટ કન્ટેન્ટ (પોર્નોગ્રાફી)ને બૅન કરી શકતા નથી અને મને બૅન કરવી છે. તમારું કહેવું એમ છે કે એડલ્ટ કન્ટેન્ટ જોઈને છોકરાઓ બગડતાં નથી, પણ મને જોઈને બગડી જશે.’