કુમાર ગૌરવની પુત્રી સિયાએ બોયફ્રેન્ડ સાથે લગ્ન કર્યાં

મુંબઈ – જાણીતા બોલીવૂડ અભિનેતા કુમાર ગૌરવની પુત્રી સિયા કુમારે એનાં ઘણા જૂના બોયફ્રેન્ડ આદિત્ય ઉદાણી સાથે ખાનગી પ્રસંગમાં લગ્ન કરી લીધાં છે.

લગ્ન પ્રસંગમાં કુમાર ગૌરવના સાળા સંજય દત્ત અને એની પત્ની માન્યતા દત્તે પણ હાજરી આપી હતી.

સોશિયલ મિડિયા પર જે તસવીર વાયરલ થઈ છે એમાં સંજય અને એની પત્ની માન્યતાને નવપરિણીત યુગલ સાથે જોઈ શકાય છે.

સંજય દત્તની બહેન નમ્રતા પરણી છે કુમાર ગૌરવને. બંનેને બે પુત્રી છે – સાચી અને સિયા.

દંતકથાસમાન અભિનેતા સ્વ. રાજેન્દ્ર કુમારની પૌત્રી સાચી ફેશન ડિઝાઈનર છે અને એનાં લગ્ન થયા બોલીવૂડ દિગ્દર્શક સ્વ. કમાલ અમરોહીનાં પૌત્ર બિલાલ અમરોહી સાથે.

રાજેન્દ્ર કુમારના પુત્ર કુમાર ગૌરવે 1981માં ‘લવ સ્ટોરી’ ફિલ્મ સાથે બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી. એણે ત્યારબાદ નામ, તેરી કસમ, સ્ટાર અને કાંટે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

સંજય દત્ત છેલ્લે પાનીપત ફિલ્મમાં જોવા મળ્યા હતા. સંજયની નવી ફિલ્મ આવી રહી છે સડક 2, જેનું દિગ્દર્શન મહેશ ભટ્ટ કરી રહ્યા છે.