અમિતાભ બચ્ચનને બીજી વાર કોરોના થયો

મુંબઈઃ હિન્દી ફિલ્મોના મહાનાયક અમિતાભ બચ્ચનને બીજી વાર કોરોનાવાઈરસ ચેપી બીમારી લાગુ પડી છે. એમણે આની જાણકારી ટ્વિટરના માધ્યમથી આપી છે. એમણે લખ્યું છે, ‘હું કોવિડ પોઝિટીવ થયો હોવાની મને હમણાં જ જાણ થઈ છે… જે લોકો મારાં નિકટના સંપર્કમાં આવ્યા હોય એમણે ચેક કરાવી લેવું અને ટેસ્ટિંગ પણ કરાવી લેવું…’ અમિતાભઈને 2020ના જુલાઈ મહિનામાં પણ કોરોના થયો હતો. એ વખતે એમને ત્રણ અઠવાડિયા સુધી વિલે પારલેની નાણાવટી હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું. એમની સાથે એમના અભિનેતા-પુત્ર અભિષેક બચ્ચન, પુત્રવધુ ઐશ્વર્યા અને પૌત્રી આરાધ્યાને પણ કોરોના થયો હતો.

અમિતાભની નવી ફિલ્મ બ્રહ્માસ્ત્ર (રણબીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રોય સાથે) આવતી 9 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. તે પછી એ ગૂડ બાય (રશ્મિકા મંદાના, નીના ગુપ્તા, પાવૈલ ગુલાટી સાથે), ઊંચાઈ (પરિણીતી ચોપરા, અનુપમ ખેર, બમન ઈરાની સાથે) ફિલ્મોમાં પણ જોવા મળશે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]