જન્મ દિવસે અક્ષય કુમારની ફેન્સને ગિફ્ટઃ “પૃથ્વીરાજ”નું ટીઝર રિલીઝ…

નવી દિલ્હીઃ બોલીવુડ સ્ટાર અક્ષય કુમારે પોતાના 52 મા જન્મદિવસ પર શુભેચ્છાઓના બદલામાં પોતાના ફેન્સને રિટર્ન ગિફ્ટ આપી છે. ખેલાડી કુમારે આ વખતે પોતાની નવી ફિલ્મ પૃથ્વીરાજનો ટીઝર વીડિયો રિલીઝ કરી દીધી છે. વીડિયો શેર કરતા અક્ષયે લખ્યું છે કે, મારા બર્થડે પર પિરિયડ ડ્રામા ફિલ્મના ટીઝર મામલે જણાવતા હું ખૂબ ઉત્સાહિત છું. મારું સૌભાગ્ય છે કે આમાં હીરોનો રોલ નિભાવવાની તક મને મળી છે.

અક્ષય કુમારે લખ્યું કે, સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ મારી મોટી ફિલ્મો પૈકીની એક ફિલ્મ છે. ફિલ્મનું પ્રોડક્શન યશ રાજ ફિલ્મ્સના હાથોમાં છે અને આનું નિર્દેશન ડો. ચંદ્રપ્રકાશ દ્વિવેદી કરી રહ્યા છે. જ્યાં સુધી આ ફિલ્મની રિલીઝ ડેટની વાત છે તો આ ફિલ્મ આવતા વર્ષે દિવાળી પર રીલીઝ થવા જઈ રહી છે. જો કે આ ટીઝર વીડિયોમાં અક્ષય કુમારનો પૃથ્વીરાજ લુક હજી સુધી જાહેર કરવામાં આવ્યો નથી.

વિડીયોમાં દમદાર બેકગ્રાઉન્ડ મ્યૂઝિક, ફિલ્મનો લોગો અને યુદ્ધના મેદાનમાં પૃથ્વીરાજ ચૌહાણ સાથે ઉભા રહેલા હજારો સિપાડીઓને દેખાડવામાં આવ્યા છે. ફિલ્મના પ્રથમ ટીઝર પર બોલીવુડનું રિએક્શન ખૂબ મજબૂત રહ્યું છે. જ્યાં તમામ અન્ય કલાકારોએ આ વિડીયોને રીટ્વીટ કર્યો છે. તાપસી પન્નૂએ લખ્યું છે કે સોલિડ. ફિલ્મને કેટલાક મીનીટોમાં હજારો લાઈક્સ મળી અને રીટ્વીટ મળ્યા છે.

અક્ષય કુમારની આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ મિશન મંગળને બોક્સ ઓફિસ પર દમદાર રિસ્પોન્સ મળ્યો છે. અક્ષયની અપકમિંગ ફિલ્મોની વાત કરીએ તો તે આ વર્ષે હાઉસફુલ 4 અને ગુડ ન્યૂઝમાં કામ કરતા નજર આવશે. ગુડ ન્યૂઝમાં તેમની સાથે કરીના કપૂર ખાન પણ નજર આવશે, આ વર્ષે 2020માં આવનારી તેમની ફિલ્મોમાં સૂર્યવંશી અને લક્ષ્મી બોમ્બ પણ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]