મલ્લિકા શેરાવતે ‘કાસ્ટિંગ કાઉચ’ માટે એક્ટ્રેસિસને જવાબદાર ગણાવી?

મુંબઈઃ બોલીવૂડ એક્ટ્રેસ મલ્લિકા શેરાવતે પોતાની મુવી કેરિયરને લઈને મોટું નિવેદન કર્યું છે. તેણે કહ્યું છે કે મને ફિલ્મો મળવી એટલા માટે બંધ થઈ ગઈ, કેમ કે મેં ક્યારેય કોઈ એક્ટર, ડિરેક્ટર કે પ્રોડ્યુસરને ડેટ નથી કર્યું. વળી, મારો બોલીવૂડમાં કોઈ બોયફ્રેન્ડ પણ નથી. તેણે ખુલાસો કર્યો હતો કે વર્ષ 2015માં આવેલી ફિલ્મ ‘વેલકમ બેક’માં એટલા માટે નહોતી લેવામાં આવી, કેમ કે ડિરેક્ટર તેની ગર્લફ્રેન્ડને સિક્વલમાં લેવા ઇચ્છતા હતા. એક્ટ્રેસે કહ્યું હતું કે ‘વેલકમ’ની સિક્વલ બનશે તો ડિરેક્ટર તેની ગર્લફ્રેન્ડને જ લેશેને, બતાવો, હવે હું શું કરું. જ્યારે ‘વેલકમ 2’ બની તો તેણે ગર્લફ્રેન્ડને લઈ લીધી, હવે હું શું કરું?

મલ્લિકા શેરાવત હાલમાં MX પ્લેયર્સ નકાબની સાથે OTT પ્લેટફોર્મ પર ‘ડેબ્યુ’ કરવા તૈયાર છે. તેણે ‘વેલકમ બેક’ ફિલ્મમાં તેને કેમ નહોતી લેવામાં આવી એ માટે ઊભરો ઠાલવ્યો હતો. એક્ટ્રેસે વધુમાં કહ્યું હતું કે આ સાચું છે, જ્યારે તેઓ સિક્વલ બનાવે છે તો તેઓ પોતાની ગર્લફ્રેન્ડને જ કાસ્ટ કરે છે, હવે તમે કહો મારે શું કરવું જોઈએ. એટલા માટે જ મને ‘વેલકમ બેક’ ના મળી શકી.

‘વેલકમ’ 2007માં રિલીઝ થઈ હતી, જ્યારે એની સિક્વલ આઠ વર્ષ પછી આવી હતી. અનીઝ બઝમીએ ‘વેલકમ બેક’ને નિર્દેશિત કરી હતી, એમાં જોન અબ્રાહમ, અનિલ કપૂર, શાઇની આહુજા, શ્રુતિ હસન, નાના પાટેકર અને પરેશ રાવલ હતા.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]