હિન્દી, મરાઠી ફિલ્મોના ચરિત્ર અભિનેતા મહેશ માંજરેકર કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે

મુંબઈ – હિન્દી અને મરાઠી ફિલ્મોના જાણીતા ચરિત્ર અભિનેતા તેમજ દિગ્દર્શક, ટીવી એન્કર મહેશ માંજરેકર રાજકારણમાં ફરી સક્રિય થઈ રહ્યા છે. એ કોંગ્રેસ પાર્ટીમાં જોડાય એવી ધારણા છે.

59 વર્ષીય માંજરેકર આવતા મે મહિનાના પહેલા અઠવાડિયામાં મુંબઈમાં ભવ્ય સમારંભમાં કોંગ્રેસમાં જોડાશે એવી એક ટોચના કોંગ્રેસી નેતાએ એક મુલાકાતમાં જણાવ્યું છે.

શરૂઆતમાં એવી અટકળો હતી કે માંજરેકર મહારાષ્ટ્ર નવનિર્માણ પાર્ટીમાં જોડાશે, કારણ કે રાજ ઠાકરેના ગાઢ મિત્ર છે. પરંતુ 2014માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં એ ઉત્તર-પશ્ચિમ મુંબઈની બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા હતા, પણ હારી ગયા હતા. એ પરાજય બાદ માંજરેકર સક્રિય રાજકારણથી દૂર રહ્યા છે.

માંજરેકર મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને કોંગ્રેસના મહારાષ્ટ્ર એકમના પ્રમુખ અશોક ચવાણના ક્લાસમેટ છે. માંજરેકરને કોંગ્રેસમાં લાવવામાં ચવાણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાનું મનાય છે.