પ્રિયંકા ચોપરા ઈટાલીમાં ઘાયલ થઈ; વાઈન ઢીંચીને શૂટિંગ કરવાનું ભારે પડી ગયું

ન્યુયોર્ક – અમેરિકન ટીવી સિરીઝ ‘ક્વેન્ટિકો સીઝન 3’નું ઈટાલીમાં શૂટિંગ કરતી વખતે ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરા ઘાયલ થઈ ગઈ છે. એને ઘૂંટણમાં ઈજા થઈ છે.

પ્રિયંકાએ પોતાની આ ઈજા વિશેની જાણકારી સોશિયલ મિડિયા પર શેર કરી છે.

35 વર્ષીય પ્રિયંકાએ એનાં ટ્વિટર હેન્ડલ પર લખ્યું છે કે, ‘ક્વેન્ટિકો સીઝન 3’ના શૂટિંગ વખતે મને ઘૂંટણમાં ઈજા થઈ છે. સેટ ઉપર જ મારા માટે ફિઝિયોલોજિસ્ટને બોલાવવા પડ્યા હતા. મારો ઘૂંટણ હવે ત્રણ અઠવાડિયા સુધી પાટામાં બંધાઈ ગયો છે. એલેક્સ ઈઝ બેક, ક્વેન્ટિકો.’

પ્રિયંકાએ વધુમાં લખ્યું છે કે, ‘અમે ઈટાલીમાં ત્યાંનો બહુ વખણાતો ટસ્કન વાઈન પીધો હતો. મેઈન કાસ્ટમાંથી હું એકમાત્ર એક્ટ્રેસ હતી. અમે ક્રૂ મેમ્બર્સની સાથે રાતે ફરવા નીકળ્યાં હતાં અને અમે ઘણો બધો ટસ્કન વાઈન પીધો હતો.’

પ્રિયંકા ‘ક્વેન્ટિકો 3’માં એફબીઆઈ એજન્ટ એલેક્સ પારિસની ભૂમિકા કરી રહી છે, જે એફબીઆઈ એકેડેમીમાંથી ગ્રેજ્યુએટ થઈને તપાસ એજન્સીમાં જોડાય છે, પણ ગ્રાન્ડ સેન્ટ્રલ ટર્મિનલ ઉપરના એક ત્રાસવાદી હુમલામાં મુખ્ય શકમંદ બની જાય છે.

httpss://twitter.com/priyankachopra/status/989696164156108801

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]