નવી દિલ્હીઃ દૂરદર્શન પર આવનારી મહાભારત ત્રણ દશક બાદ એકવાર ફરીથી એકવાર દૂરદર્શન પર આવી રહી છે. આ કાર્યક્રમના દરેક પાત્રો અને સ્ટોરી લોકોના હ્યદયમાં આજે પણ વસેલા છે. પરંતુ તાજેતરમાં જ મહાભારતને લઈને એક ખુલાસો થયો છે. હકીકતમાં મહાભારતમાં અભિમન્યુના પાત્ર માટે ગોવિંદા અને ચંકી પાંડેને પણ કાસ્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે મહાભારતની જગ્યાએ ફિલ્મોમાં એક્ટિંગ કરવાનું વિચાર્યું. આ સિવાય જૂહી ચાવલાને પણ દ્રૌપદીના પાત્ર માટે કાસ્ટ કરવામાં આવી હતી પરંતુ તેણે 1988માં આવેલી કયામત સે કયામત તક નામની ફિલ્મ કરવાનું વિચાર્યું. આ વાતની જાણકારી મહાભારતના કાસ્ટિંગ ડાયરેક્ટર ગૂફી પેન્ટલે એક ઈન્ટરવ્યુમાં આપી હતી. તેમણે જણાવ્યું કે, મહાભારત માટે તેમણે આશરે 5000 થી વધારે લોકોનું ઓડિશન લીધું હતું. તેમણે ગોવિંદા અને ચંકી પાંડે મામલે જણાવતા કહ્યું કે, ઘણા બોલીવુડ એક્ટર્સ હતા કે જેમણે મહાભારતમાં વિભિન્ન ભૂમિકાઓ માટે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ તેમણે ટેલીવિઝનની જગ્યાએ ફિલ્મોમાં કામ કરવાનું વધારે સારુ સમજ્યું હતું. અભિમન્યુની ભૂમિકા માટે ગોવિંદા અને ચંકી પાંડેને સાઈન કરવામાં આવ્યા હતા, પરંતુ તેમણે ફિલ્મો માટે રોલ કરવાની ના પાડી દીધી હતી.
ગૂફી પેન્ટલે જૂહી ચાવલા મામલે જણાવતા કહ્યું કે, જૂહી ચાવલાને દ્રૌપદીનો રોલ ઓફર કરવામાં આવ્યો હતો પરંતુ જલ્દી જ તેમણે 1988 માં આવેલી કયામત સે કયામત તક ફિલ્મમાં અમિર ખાન સાથે લીડ એક્ટ્રેસનો રોલ મળી ગયો હતો. કયામત સે કયામત તક તેમની બીજી બોલીવુડ ફિલ્મ હતી અને એક્ટ્રેસ તરીકે તેમની પ્રથમ ફિલ્મ હતી. ગૂફી પેન્ટલે આગળ જણાવ્યું કે જૂહી ચાવલા સહિત દ્રૌપદીના રોલ માટે 6 એક્ટ્રેસ ફાઈનલ કરવામાં આવ્યા હતા. પરંતુ રુપાને તેમની હિંદી ભાષા પર જબરદસ્ત પકડ માટે પસંદ કરવામાં આવ્યા હતા.