સાવકી મમ્મી તરીકે કરીનાનો સ્વીકાર કરવાનું મારી મમ્મી (અમ્રિતા સિંઘ)એ જ આસાન કરી આપ્યું છેઃ સારા

મુંબઈ – બોલીવૂડ અભિનેત્રી સારા અલી ખાને એની સાવકી માતા કરીના કપૂર પોતાનાં સંબંધો વિશે અમુક ચોખવટ કરી છે.

એણે કહ્યું છે, ‘મને તો કરીનાને મમ્મી તરીકે સ્વીકારવામાં અને એમનાં પ્રત્યે લાગણી રાખવાનું બહુ આસાન બન્યું છે, કારણ કે મારી પાસે એવી મમ્મી છે (અમ્રિતા સિંઘ) જે મને હંમેશાં કમ્ફર્ટેબલ મહેસુસ કરાવે છે. મારી મમ્મીને કારણે જ એ કામ મારાં માટે આસાન બની ગયું છે.’

‘કેદારનાથ’ અને ‘સિમ્બા’ ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સારાએ વધુમાં કહ્યું છે કે, ‘હું શરૂઆતથી જ દરેક જણને કહેતી આવી છું કે જે કોઈ મારા પાપાને ખુશ રાખે એનાથી હું ખુશ રહીશ. મારા પાપાને જે ગમે એ મને પણ ગમશે. પછી એ કોઈ પણ હોય, એકલાં કરીનાની જ હું વાત નથી કરતી.’

એક ઈન્ટરવ્યૂ વખતે જ્યારે સારાને એમ પૂછવામાં આવ્યું કે ‘કરીના સાથે તને કેવું બને છે?’ તો એણે જવાબ આપ્યો કે, ‘હું કાયમ કરીનાની પ્રશંસક રહી છું. ‘કભી ખુશી કભી ગમ’ ફિલ્મની હિરોઈન મારી મમ્મી છે એનાથી હું બહુ જ ખુશ છું. શ્રીદેવી પછી મારી ફેવરિટ હિરોઈન કરીના હતી.’

સારાએ વધુમાં કહ્યું કે, ‘હું અને કરીના સારાં મિત્રો છીએ. અમારે બહુ હેલ્ધી સંબંધ છે. કરીનાનાં રૂપમાં મારી પાસે એવાં મમ્મી છે મને સલાહ આપે છે કે આ ઈયરિંગ ન પહેર, એની જગ્યાએ બીજી ચાંદવાળી પહેર. આવા સકારાત્મક વિચારોને કારણે એમની સાથે હું બહુ કમ્ફર્ટેબલ મહેસુસ કરું છું.’

સારાએ કહ્યું કે, ‘મારી મમ્મી (અમ્રિતા સિંઘ) મને હંમેશાં સારું મહેસુસ કરાવે છે. મારી મમ્મીએ જ કરીના સાથે મારાં પાપાનાં બીજા લગ્ન વિશે તૈયાર કરી હતી.’

સારા હાલ એની આગામી ફિલ્મ માટે વ્યસ્ત છે. એ ફિલ્મનું નામ ‘લવ આજકલ 2’ છે. હાલમાં જ એનો એક વિડિયો રિલીઝ થયો હતો. એમાં સારા અને કાર્તિક આર્યન લિપ લોક કરતાં દેખાય છે. સારા કહે છે કે પોતે હવે દરેક પ્રકારનાં રોલ કરવા માટે સક્ષમ થઈ ગઈ છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]