મુંબઈઃ સલમાન ખાનને સાપે ડંખ માર્યો છે, જેથી તેના ફેન્સ પરેશાન થયા છે. સલમાનને સાપે તેના પનવેલ ફાર્મહાઉસ પર દંશ માર્યો છે. જે પછી તરત બોલીવૂડ એક્ટરને નવી મુંબઈમાં એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં બેડ પર સલમાન ખાનનો એક ફોટો તેના ફેન્સમાં વાઇરલ થયો હતો, જેથી તેના ફેન્સ તેના માટે દુઆ માગી રહ્યા છે.
સલમાન હવે ઠીક છે, પરંતુ સલમાને કહ્યું હતું કે સાપે તેને ત્રણ વાર દંશ માર્યો હતો. સાપ મારા ફાર્મહાઉસમાં આવી ગયો હતો અને સાપને એક લાકડીથી મદદથી હું સાપને બહાર કાઢી રહ્યો હતો, ત્યારે સાપ મારા હાથ સુધી પહોંચી ગયો હતો. ત્યારે મેં તેને પકડી લીધો હતો, પણ તેણે મને ત્રણ વાર ડંખ માર્યો હતો. એક એક ઝેરીલો સાપ હતો. હું છ કલાક સુધી હોસ્પિટલમાં રહ્યો હતો અને હવે મને સારું લાગી રહ્યું છે, એમ તેણે કહ્યું હતું.
સલમાન ખાને જણાવ્યું હતું કે તેનાં માતા-પિતા અને બહેન ભયભીત થયાં હતાં. સાપ લોકોના શોરબકોરથી ડરી ગયો હશે અને એને દંશ માર્યો હશે. હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા પછી સલમાન ફાર્મહાઉસ પહોંચ્યો હતો. સલમાનનો 27 ડિસેમ્બરે 56મો બર્થડે છે. એની જન્મદિવસની ઉજવણી માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. કેટલાય ફિલ્મસ્ટાર્સ પનવેલ ફાર્મહાઉસ પહોંચી ચૂક્યા છે. ગઈ રાત્રિએ બોબી દેઓલ, વત્સલ શેઠ અને રજત શર્મા સહિત સલમાનનો પરિવાર ફાર્મહાઉસ પહોંચ્યો છે.
