કરીના કોરોનામાંથી સાજી થઈ ગઈ, પાર્ટીઓમાં હાજર રહી

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારીમાંથી સાજી થઈ ગયાં બાદ કરીના કપૂર-ખાને ગઈ કાલે એની મોટી બહેન કરિશ્મા કપૂરે તેનાં નિવાસસ્થાને યોજેલી પાર્ટીમાં હાજરી આપી હતી. કરીના સાથે એનો અભિનેતા પતિ સૈફ અલી ખાન અને મોટો પુત્ર તૈમૂર અલી ખાન પણ હતો. એ પાર્ટીમાં અમ્રિતા અરોરા પણ હતી, જેને પણ કરીનાની સાથે કોરોના થયો હતો. અમ્રિતા એનાં પતિ શકીલ લડક સાથે ગઈ હતી. એ જ પાર્ટીમાં અમ્રિતાની મોટી બહેન મલાઈકા અરોરા એનાં અભિનેતા બોયફ્રેન્ડ અર્જુન કપૂરની સાથે ગઈ હતી.

કોરોનામાંથી સંપૂર્ણપણે સાજી થયાં બાદ કરીનાએ ગયા શનિવારે પોતાનાં ઘેર પતિ સૈફ, પુત્રો – તૈમૂર અને જહાંગીર અલી ખાનની સાથે ક્રિસમસનો તહેવાર ઉજવ્યો હતો. ત્યારબાદ સહુ કુણાલ કપૂર (સ્વ. શશી કપૂર અને જેનીફરનાં પુત્ર)ના ઘેર યોજેલા ફેમિલી લંચમાં હાજરી આપવા ગયાં હતાં. તે લંચ પાર્ટીમાં તારા સુતરિયા, આદર જૈન, અરમાન જૈન, અરમાનની પત્ની અનિસા મલ્હોત્રા, નવ્યા નવેલી નંદા, નવ્યાનો ભાઈ અગસ્ત્ય નંદા પણ હાજર હતાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]