પટનાઃ બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં નીતીશ સરકારે શિક્ષકોની બમ્પર ભરતીનો મોટો નિર્ણય લીધો છે. CM નીતીશકુમારે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપતાં કહ્યું હતું કે અમે શિક્ષણ વિભાગને તાત્કાલિક સરકારી શાળાઓમાં ખાલી જગ્યાની ગણતરી કરવા તથા TRE 4 (ટિચર રિક્રુટમેન્ટ એક્ઝામિનેશન – 4)ની પરીક્ષા જલદી યોજવા આદેશ આપ્યો છે.
મહિલાઓને 35 ટકા આરક્ષણ
CMએ વધુમાં લખ્યું છે કે આ નિમણૂકમાં મહિલાઓ માટે 35 ટકા આરક્ષણ ફક્ત બિહારની સ્થાનિક મૂળની મહિલાઓને જ મળશે. આ જાહેરાત એવા સમયે આવી છે જયારે આગામી મહિનાઓમાં બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. સરકારનું આ પગલું ખાસ કરીને યુવાનોએ અને મહિલાઓને લક્ષ્ય રાખીને લેવામાં આવ્યું છે.
TRE 4 પરીક્ષા શું છે?
TRE 4 એટલે કે ટિચર રિક્રુટમેન્ટ એક્ઝામ 4 બિહાર લોક સેવા આયોગ (BPSC) દ્વારા લેવાતી પરીક્ષા છે. આ દ્વારા રાજ્યની સરકારી શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી કરવામાં આવે છે — જેમાં પ્રાથમિક (ધોરણ 1થી 5), માધ્યમિક (ધોરણ 6થી 8), ઊંચી માધ્યમિક (ધોરણ 9થી 10) અને ઉચ્ચ માધ્યમિક (ધોરણ 11થી 12)ના શિક્ષકોનો સમાવેશ થાય છે.
हमने शिक्षा विभाग को कहा है कि सरकारी विद्यालयों में शिक्षकों की रिक्तियों की गणना तुरंत कर ली जाए और इस पर नियुक्ति के लिए TRE 4 की परीक्षा शीघ्र लेने की कार्रवाई की जाए। राज्य सरकार ने पहले ही स्पष्ट कर दिया है कि नियुक्तियों में 35 प्रतिशत महिलाओं के लिए आरक्षण का लाभ बिहार की…
— Nitish Kumar (@NitishKumar) July 16, 2025
બિહાર વિધાનસભાની ચૂંટણી ક્યારે છે?
બિહાર વિધાનસભાનો હાલનો કાર્યકાળ 22 નવેમ્બર 2025એ પૂરો થાય છે. ચૂંટણી પંચ દ્વારા એ પહેલાં આખી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. શક્યતા છે કે ચૂંટણી ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં યોજાશે. ચૂંટણી બે કે ત્રણ તબક્કામાં થઈ શકે છે. હજી સુધી ચૂંટણી પંચે તારીખોની સત્તાવાર જાહેરાત કરી નથી, પણ એવું માનવામાં આવે છે કે દિવાળી અને છઠ જેવા તહેવારોને ધ્યાનમાં રાખીને તારીખો નક્કી કરાશે.
