બદમાશે દિવ્યાંગ યુવાનના ચહેરા પર પેશાબ કર્યો, વિડિયો વાઇરલ

ભોપાલ: મધ્ય પ્રદેશના ભોપાલના રાયસેન જિલ્લામાં ગુંડાઓમાં કાયદો-વ્યવસ્થાનો કોઈ ભય જ રહ્યો નથી. એક બદમાશે દિવ્યાંગ યુવાન પર પેશાબ કર્યો હતો. આ ઘટનાનો વિડિયો સોશિયલ મિડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જિતુ પટવારીએ સરકારે નિશાન સાધ્યું હતું.

શું છે આખો મામલો?

ભોપાલની પાસે આવેલા રાયસેન જિલ્લાના મંડીદીપ વિસ્તારમાં માનવતા મરી પરવારી છે. અહીં એક બદમાશ દિવ્યાંગ યુવક પર પેશાબ કરતા જોવા મળ્યો. કોંગ્રેસના પ્રદેશાધ્યક્ષ જિતુ પટવારીએ કહ્યું હતું કે વારંવાર મૂત્ર કરવાનો કેસ માત્ર મધ્ય પ્રદેશમાં જ થાય છે. કાયદો ગૃહ મંત્રાલય, જે CM પાસે છે, તે છે જ નહીં. મૂત્ર કરવાની આદત ભાજપના નેતાઓની હતી, એટલે પોલીસનો ડર જ નથી બચ્યો.

પ્રાપ્ત માહિતી મુજબ આરોપીના એક સાથીએ તેને મૂત્ર ન કરવા માટે મનાઈ કરી હતી, પરંતુ દારૂના નશામાં ધૂત યુવક ન માન્યો અને મૂત્ર કરતો રહ્યો. દિવ્યાંગ યુવાનના ચહેરા પર મૂત્ર કરવાનો વિડિયો વાયરલ થયો છે અને પોલીસ સુધી પણ આ વિડિયો પહોંચી ગયો છે.

પોલીસ આરોપીની શોધખોળ કરી રહી છે. આ ઘટના રાયસેન જિલ્લાના મંડીદીપ વિસ્તારમાં ગઈ કાલે સાંજે ચાર વાગ્યાની હોવાનું કહેવાય છે.

ઓક્ટોબરમાં દલિત ડ્રાઈવરને જબરદસ્તી મૂત્ર પીવડાવવામાં આવ્યું હતું

ઓક્ટોબરમાં મધ્ય પ્રદેશના ભિંડ જિલ્લામાંથી પણ એવી જ માનવતાને નેવે મૂકતી ઘટના સામે આવી હતી. અહીં એક દલિત ડ્રાઈવરને કિડનેપ કર્યા પછી તેની મારપીટ કરવામાં આવી હતી અને ત્યાર પછી બોટલમાં ભરીને જબરદસ્તી મૂત્ર પિવડાવવામાં આવ્યું હતું. આ ઘટનાએ આખા રાજ્યને હચમચાવી દીધું હતું.