બાયજુ રવીન્દ્રનને અમેરિકન કોર્ટનો $ 107 કરોડ ચૂકવવાનો આદેશ

નવી દિલ્હીઃ અમેરિકાની એક બેન્કરપ્સી કોર્ટે બાયજૂઝના સ્થાપક બાયજુ રવીન્દ્રનને લગભગ $ 107 કરોડ (અંદાજે રૂ. 9591 કરોડ) ચૂકવવાનો આદેશ આપ્યો છે. ઘણી વખત કોર્ટમાં હાજર ન રહેવા અને જરૂરી દસ્તાવેજો ન સોંપવાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. ડેલાવેર બેન્કરપ્સી કોર્ટના જજ બ્રેન્ડન શેનને 20 નવેમ્બરે આ આદેશ જાહેર કર્યો. ડિફોલ્ટ જજમેન્ટ હેઠળ તેમને બાયજુઝની અમેરિકન નાણાકીય એકમ બાયજુ આલ્ફા દ્વારા પૈસાના ગેરકાયદે ટ્રાન્ઝેક્શન અને તેને છુપાવવા માટે વ્યક્તિગત રીતે જવાબદાર ઠેરવાયા છે.

બાયજુ આલ્ફા સાથે જોડાયેલો મુદ્દો શો છે?

બાયજુઝ અલ્ફા વર્ષ 2021માં ડેલાવેરમાં સ્પેશિયલ-પર્પઝ વ્હીકલ (SPV) તરીકે બનાવવામાં આવ્યું હતું. તેને વૈશ્વિક લેણદારોના કોન્સોર્ટિયમ પાસેથી બાયજુઝ માટે લગભગ $ 120 કરોડની ટર્મ લોન એકત્ર કરવા અને તેનું મેનેજમેન્ટ કરવા માટે રચાયું હતું. આ એકમ કોઈ વ્યવસાય કરતી ન હતી, પરંતુ લોનની રકમના ઉપયોગ માટે હોલ્ડિંગ એન્ટિટી તરીકે કાર્યરત હતી.

કોર્ટ ફાઇલિંગ્સ મુજબ $ 55.3 કરોડની રકમ ટ્રાન્સફર કરવાના મામલાને લઈને વિવાદ શરૂ થયો હતો. આ પૈસા મિયામીના એક હેજ ફંડ — Camshaft Capital — ને મોકલાયા હતા અને ત્યાર બાદ તે રકમ બાયજુઝ તથા અન્ય સંકળાયેલી એકમોને ટ્રાન્સફર કરવામાં આવી. કોર્ટે માન્યું હતું કે આ તમામમાં બાયજુ રવીન્દ્રનની વ્યક્તિગત ભૂમિકા રહી છે.

કોર્ટનો ચુકાદો

સુનાવણી બાદ કોર્ટે $ 107 કરોડની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. એ સાથે જ બાયજુ રવીન્દ્રનને બાયજુઝ આલ્ફાના તમામ નાણાકીય હિસાબો રજૂ કરવાની ફરજ પાડવામાં આવી છે, જેમાં Camshaft Capitalને મોકલાયેલા $ 53.3 કરોડ, તે રોકાણથી બનેલી લિમિટેડ-પાર્ટનરશિપ ઈન્ટરેસ્ટ તેમ જ બાકીની રકમ ક્યાં-ક્યાં મોકલાઈ તેની વિગત સામેલ છે.