વડોદરામાં સોશિયલ મિડિયા પોસ્ટને લઈને સાંપ્રદાયિક અથડામણ

વડોદરાઃ એક ખાસ સમુદાયને કથિત રીતે નિશાન બનાવતી સોશિયલ મિડિયા પોસ્ટને કારણે શુક્રવાર રાત્રે વડોદરામાં હિંસક અથડામણો થઈ હતી. આ મામલે FIRની માગ કરવા માટે સિટી પોલીસ સ્ટેશન બહાર ભારે ભીડ એકત્ર થઈ ગઈ હતી. શુક્રવાર મધરાતે ચારેકોર વિસ્તારમાં આવેલા પાણિગેટ અને જૂનીઘાડી વિસ્તારોમાં તોફીનો અને પથ્થરમારો થયો હતો.

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે રમખાણો માટે જવાબદાર લોકો સામે કેસ નોંધવાની અને કથિત સોશિયલ મિડિયા પોસ્ટની ફરિયાદની તપાસ કરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. પ્રદર્શનકારીઓને વિશ્વાસ આપ્યો હતો કે પોલીસ મામલાની તપાસ કરશે. પાટીલે સમુદાયના નેતાઓ સાથે મળી ભીડને શાંત કરવાની કોશિશ પણ કરી.

CCTV ફુટેજ તપાસી રહી છે પોલીસ

વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે વડોદરા શહેર પોલીસની અનેક ટીમોએ આખી રાત વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું, જેથી ફરી આવી ઘટના ન બને. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે અલ્પસંખ્યક સમુદાયના સભ્યોએ જણાવ્યું હતું કે તેમને સોશિયલ મિડિયા પરAI દ્વારા બનાવવામાં આવેલી એક પોસ્ટ મળી હતી, જેથી તેમની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચી હતી. તે લોકો મોટી સંખ્યામાં સિટી પોલીસ સ્ટેશનમાં ભેગા થયા અને FIRની માગ કરી હતી. અમે તેમને આશ્વાસન આપ્યું કે અમે મામલાની તપાસ કરી રહ્યા છીએ. આ દરમ્યાન, ટીમો CCTV ફુટેજ તપાસી રહી છે, જેથી પથ્થરમાર કરનારા અને વિસ્તારની કાનૂન-વ્યવસ્થા ભંગ કરનારાઓની ઓળખ કરી શકાય.

ઝોન IVના ડીસીપી એન્ડ્ર્યુ મેકવાને જણાવ્યું હતું કે પોલીસ આરોપીઓ સામે FIR નોંધવાની પ્રક્રિયા શરૂ કરી ચૂકી છે. તેમણે કહ્યું હતું કે અમે તોફાનોના કેસમાં FIR નોંધવાની પ્રક્રિયામાં છીએ. અમે તે સોશિયલ મિડિયા પોસ્ટની ફરિયાદની પણ તપાસ કરી રહ્યા છીએ જેને કારણે એક જગ્યાએ હિંસા ભભૂકી અને પછી શહેરના એક ભાગમાં ફેલાઈ ગઈ હતી.