ચારુસેટ યુનિવર્સિટીમાં જોવા મળી વિદ્યાર્થિનીઓની ઑન્ટ્રપ્રનર સ્કિલ

ચાંગા: ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન ચારુસેટ વિમેન્સ ડેવલપમેન્ટ સેલ (WDC) દ્વારા તાજેતરમાં કેમ્પસમાં ઇન્ટરનેશનલ વિમેન્સ ડે ઉજવાયો હતો. ઇન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણીના ભાગરૂપે નવતર પહેલ કરી. Shepreneur સ્ટોલ શોકેસ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફૂડ સ્ટોલ, નેઇલ આર્ટ, પેઈન્ટિંગ, હેન્ડમેડ જવેલરી, વન મિનિટ ગેમ શૉ, આર્ટ એન્ડ ક્રાફટ જેવા વિવિધ પ્રકારના સ્ટોલ રાખવામાં આવ્યા હતા. કુલ ૩૦ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા હતા. દરેક સ્ટોલ પર એક ટીમમાં 5 વિદ્યાર્થિનીઓનો સમાવેશ થતો હતો. Shepreneur સ્ટોલ શોકેસ ઇવેન્ટમાં વિવિધ કોલેજોના મહિલા ફેકલ્ટી અને વિદ્યાર્થિનીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.


આ ઇવેન્ટમાં વિદ્યાર્થિનીઓએ ભાગ લઈને પોતાની ટેલેન્ટ અને ઑન્ટ્રપ્રનર સ્કિલ દર્શાવી હતી અને ઉદ્યોગસાહસિક્તાના પાઠ શીખ્યા હતા. Shepreneur સ્ટોલ શૉ કેસ ઇવેન્ટના ઉદ્ઘાટન પ્રસંગે માતૃસંસ્થા-કેળવણી મંડળ-CHRFના મંત્રી ડો. એમ. સી. પટેલ, કેળવણી મંડળના ઉપપ્રમુખ અશોકભાઈ પટેલ, કેળવણી મંડળના સહમંત્રી મધુબેન પટેલ, માતૃસંસ્થાના ટ્રસ્ટી આર. વી. પટેલ, ઇન્ટરનલ ઓડિટર સૂર્યકાન્તભાઈ પટેલ, પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, રજીસ્ટ્રાર ડો. અતુલ પટેલ, એડવાઈઝર ડો. આર. એમ. પટેલ, વિવિધ કોલેજોના આચાર્યો અને ડીન ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહન આપ્યું હતું.


WDCના કન્વીનયર ડૉ. ગાયત્રી દવેના માર્ગદર્શન હેઠળ આયોજિત આ કાર્યક્રમને સફળ બનાવવા માટે WDCના સભ્યો આનલ પટેલ, બંસરી પટેલ, ધાત્રી રાવલ, શચી જોશી વગેરેએ મહત્વનું યોગદાન આપ્યું હતું. આ ઇવેન્ટ WDCના તમામ સભ્યોના સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થઇ હતી.