ભારતની વિશ્વની ફેક્ટરી બનવાની મહત્ત્વાકાંક્ષાને બજેટ પ્રોત્સાહન આપશે?

અમદાવાદઃ વૈશ્વિક મંદીની વચ્ચે ભારતીય અર્થતંત્ર વિકસતું અર્થતંત્ર છે.ખાસ કરીને IT અને IT સંબંધિત ક્ષેત્રને લીધે દેશના અર્થતંત્રમાં ઉછાળો આવ્યો છે. એક અબજથી વધુની વસતિ ધરાવતા દેશમાં- નોકરીઓ શોધતી કરતી યુવા પેઢીએ મેન્યુફેક્ચરિંગને હંમેશાં પ્રાધાન્ય આપ્યું છે. મોદી સરકાર પણ મેક ઇન ઇન્ડિયા તરીકે એ માટે સામે આવી છે, જેમાં મેન્યુફેક્ચરિંગ પર વિશેષ ભાર આપવામાં આવ્યું છે.

દેશમાં નોકરીઓની જરૂર છે, કેમ કે દેશની વસતિ 1.4 અબજની છે. એટલે ભારતને ફેક્ટરીઓની  પહેલી જરૂર છે, કેમ કે એમાં રોજગારીનું સર્જન મોટા પાયે થાય છે. એપલના iફોનની નિકાસની જરૂર છે, જે રેકોર્ડ સ્તરે વધી છે. એપલ ભારતને એક મુખ્ય ઉત્પાદક અને નિકાસ કેન્દ્રમાં ફેરવવાનો ઇરાદો રાખે છે. જેથી કંપનીએ ભારત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

સરકારે PLI પ્રોત્સાહનો હેઠળ વિવિધ નવાં ક્ષેત્રો- મોબાઇલ, ફોન બેટરી એડવાન્સ કેમિસ્ટ્રી સેલ, ડ્રોન, સોલર PV મોડ્યુઅલ્સ સેમિકન્ડક્ટર્સ સહિત વગેરે ક્ષેત્રોની પસંદગી કરી છે, જે ફેક્ટરી હબ બનવામાં મદદ કરશે.

PLI જેવાં પ્રોત્સાહનો આધારિત યોજનાઓ સહિત સરકાર આગામી બજેટમાં અપસ્કિલિંગ અને વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો માટે ફંડની ફાળવણી કરવી જોઈએ, જેથી સરકારના મહત્ત્વાકાંક્ષી યોજનાને આગળ ધપાવી શકાય. વળી, ભારત પાસે મોટા પાયે વર્કફોર્સ છે, પણ મજૂર ઉત્પાદકતા અન્ય ઊભરતા દેશો કરતાં ઓછી છે, એમ પ્રભુદાસ લીલાધરે જણાવ્યું હતું. ભારતનો વૈશ્વિક વેપારમાં નિકાસનો હિસ્સો માત્ર 1.6 ટકા છે. જેથી સરકારે આગામી બજેટમાં ઉત્પાદન ફેક્ટરીઓ સ્થાપવા માટે દેશ-વિદેશના ઉદ્યોગપતિઓને પ્રોત્સાહન આપવું જોઈએ.