આઇસી15 ઇન્ડેક્સ 103 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટનો બેન્ચમાર્ક ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે 103 પોઇન્ટ ઘટ્યો હતો. એના મોટાભાગના ઘટક કોઇન ઘટ્યા હતા, પણ મુખ્ય ઘટેલા કોઇનમાં ટ્રોન, અવાલાંશ, ડોઝકોઇન અને પોલીગોન સામેલ હતા. એમાં 2થી 7 ટકાનો ઘટાડો થયો હતો. કાર્ડાનો, પોલકાડોટ અને સોલાનામાં બે ટકા સુધીનો વધારો થયો હતો. ક્રીપ્ટોકરન્સીનું કુલ માર્કેટ કેપ 815 અબજ ડોલર રહ્યું હતું.

દરમિયાન, રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે સરહદ પારનાં પેમેન્ટનું રૂપિયામાં સેટલમેન્ટ કરવાની સિસ્ટમનું તથા સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીનું ભવિષ્ય ઉજ્જવળ છે. આગામી વર્ષોમાં એમાં ભરપૂર સંભાવના રહેલી છે.

બીજી બાજુ, યુરોપિયન સેન્ટ્રલ બેન્કના સભ્ય ફેબિયો પનેટાએ કહ્યું છે કે સેન્ટ્રલ બેન્ક ડિજિટલ કરન્સીના વિકાસને પગલે ખાનગી મનીમાં વિશ્વાસ વધશે. હોંગકોંગના અધિકારીઓ સરકારનું સમર્થન ધરાવતા સ્ટેબલકોઇન ઇસ્યૂ કરવા વિશે વિચાર કરી રહ્યા છે. ફ્રાન્સના ગવર્નરે ક્રીપ્ટોકરન્સી કંપનીઓ માટે લાઇસન્સિંગને લગતી જરૂરિયાતો વધુ ચુસ્ત બનાવવાની હાકલ કરી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.42 ટકા (103 પોઇન્ટ) ઘટીને 24,576 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 24,679 ખૂલીને 24,770ની ઉપલી અને 24,534 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.