નેતાઓ અને જનતાએ કર્યા 39.6 કરોડ ટ્વીટ, સૌથી વધુ રહ્યું લોકપ્રિય ટ્વીટ…

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019 દરમિયાન સોશિયલ નેટવર્કિંગ સાઈટ ટ્વીટર પર નેતાઓ અને જનતાએ સતત ચૂંટણી સંબંધિત ટ્વીટ્સ કર્યા. ટ્વીટરે ગુરુવારના રોજ કહ્યું કે તેણે 1 જાન્યુઆરીથી 23 મે વચ્ચે લોકસભા ચૂંટણી માટે 39.6 કરોડ ટ્વિટ નોંધ્યા. 2014ની લોકસભા ચૂંટણીની તુલનામાં ટ્વીટર પરની ચર્ચામાં 600 ટકા જેટલો વધારો નોંધાયો.

કંપનીએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે વડાપ્રધાન મોદી ચૂંટણી દરમિયાન પૂર્ણ રાજનૈતિક વ્યક્તિત્વના રુપમાં ઉભરી આવ્યાં, જ્યારે @BJP4India ટ્વીટર પર સૌથી વધારે ટ્વીટ કરનારી રાજકીય પાર્ટી હતી.

ટ્વીટરે કહ્યું કે જેવી જ મતગણતરી સમાપ્ત થઈ રહી હતી, કે તરત જ #VijaiBharat પર મોદીના ટ્વીટને થોડી જ મીનિટોમાં હજારો જવાબ, રીટ્વીટ અને લાઈક મળતી હતી, જે આ ચૂંટણીનું સૌથી વધારે રિટ્વીટ કરવામાં આવેલું ટ્વીટ છે.

મતગણતરીના દિવસે 32 લાખ ટ્વીટ્સ જોવા મળ્યાં, જેમાંથી એક તૃતિયાંશ ટ્વીટ્સ 3 થી 4 વાગ્યા વચ્ચે નોંધવામાં આવ્યાં. લગભગ તે જ સમયે કે જ્યારે વડાપ્રધાન મોદીએ ટ્વીટ કર્યું. 11 એપ્રિલથી 19 મે સુધી ચૂંટણીના છ સપ્તાહ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા પર સૌથી વધારે ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ ધર્મ, રોજગાર, કૃષિ અને અંતમાં મોનિટાઈઝેશન સંબંધિત ચર્ચા ટ્વીટર પર થઈ.

#Mainbhichowkidar ઝૂંબેશ, Nyay યોજના, પહેલા ચરણના મતદાન અને મતગણના દિવસ તે વિષયો પૈકી હતાં કે જેના પર સૌથી વધારે સંખ્યામાં વાતચીત થઈ. 23 મેના રોજ મતગણતરી દરમિયાન જ 32 લાખ ટ્વીટ્સ મોકલવામાં આવ્યા. રસપ્રદ વાત તો એ છે કે આમાંથી એક તૃતિયાંશ ટ્વીટ ત્રણથી ચાર વાગ્યા દરમિયાન કરવામાં આવ્યાં કે જ્યારે વડાપ્રધાન મોદીએ પોતાની જીત પર એક ટ્વીટ કર્યું. નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું કે ” સૌનો સાથ +સૌનો વિકાસ + સૌનો વિશ્વાસ = વિજયી ભારત.

નરેન્દ્ર મોદીના આ ટ્વીટને એક લાખથી વધારેવાર રીટ્વીટ કરવામાં આવ્યું, જ્યારે આ ટ્વીટને 3.18 લાખ લાઈક મળી. ટ્વીટરે પોતાના નિવેદનમાં કહ્યું કે લોકસભા ચૂંટણી 2019 અંતર્ગત ઉમેદવારો, રાજનૈતિક પાર્ટી, નાગરિકો તેમ જ મીડિયા દ્વારા એક જાન્યુઆરી 2019 થી 23 મે 2019 વચ્ચે 39.6 કરોડ ટ્વીટ કરવામાં આવ્યાં.