સંદેશખાલીની હિંસાને મુદ્દે હાઇકોર્ટની મમતા સરકારને ફટકાર

કોલકાતાઃ પશ્ચિમ બંગાળની સંદેશખાલી હિંસાને લઈને કોલકાતા હાઇકોર્ટે પશ્ચિમ બંગાળની મમતા સરકારને આદેશ આપ્યો છે કે સરકાર આ કેસમાં તપાસ માટે CBIને સહયોગ કરે. CBI સંદેશખાલીમાં TMC નેતા દ્વારા મહિલાઓના સામૂહિક યૌન ઉત્પીડન અને સંદેશખાલી ભૂમિ પર કબજો કરવાના આરોપોની તપાસ કરી રહી છે. ચીફ જસ્ટિસ TS શિવગણનમ અને જસ્ટિસ હિરણ્યમય ભટ્ટાચાર્યની ખંડપીઠે CBIની દલીલ પર ધ્યાન આપતાં કહ્યું હતું કે આદિવાસી ભૂમિ પર કબજા કરવાના સંબંધમાં પ્રાપ્ત 900થી વધુ ફરિયાદોની ખરાઈ કરવાનો સમય, રાજ્ય સરકારે કેન્દ્રીય એજન્સીની સાથે સહયોગ નથી કરી રહી.

આ મામલે એ આરોપ સામેલ છે કે શાહજહાં શેખે ગામના રહેવાસોની જમીનો જબરદસ્તી પડાવી લીધી છે, જેને આ વર્ષના પ્રારંભમાં TMCએ સસ્પેન્ડ કરી દીધો હતો અને તેના સહયોગીઓ પર ગામમાં મહિલાઓએ યૌન ઉત્પીડનનો પણ આરોપ લગાવ્યો હતો.

આરોપી શેખ આશરે 55 દિવસો સુધી ભાગ્યા પછી બંગાળની પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી. 10 એપ્રિલે એક આદેશમાં કોલકાતા હાઇકોર્ટે આ કેસની તપાસ CBIને તબદિલ કરી હતી.

આજની સુનાવણીમાં ભાજપના નેતા અને વકીલ પ્રિયાંક ટિબરેવાલે કોર્ટને જણાવ્યું હતું કે તેમણે યૌન ઉત્પીડનની પીડિત મહિલાઓના ફોન આવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે મહિલાઓને શેખ અથવા તેના માણસોની વિરુદ્ધ કેસ નહીં નોંધાવવાની ધમકી આપવામાં આવી હતી. તેમણે બળાત્કારના કેસ નોંધાવ્યા તો તેમણે તેની કિંમત જીવ આપીને ચૂકવવી પડશે, એવી ધમકી તેમને આપવામાં આવતી હતી, એમ તેમણે કહ્યું હતું.