નવી દિલ્હીઃ મોબાઇલ એપ્સ દ્વારા બેન્ક ખાતાને હેક કરી એમાંથી પૈસા ચોરી લેતી 34 એપ્સ પર ગૂગલે પ્રતિબંધ મૂકી દીધો છે. છેલ્લા બે મહિનાઓમાં આ બધી એપ્સમાં એક ખાસ પ્રકારનો મેલવેર ડિટેક્ટ કરવામાં આવ્યો હતો. એના દ્વારા હેકર્સ ગૂગલની સુરક્ષા કવચને પણ ચાતરીને બેન્ક ખાતાઓમાંથી ગૂપચૂપ નાણાં કાઢી લેતા હતા. જોકર મેલવેરથી તમને જોખમ
ગૂગલ દ્વારા જુલાઈથી સપ્ટેમ્બર દરમ્યાન જોકર મેલવેર સંક્રમિત 34 વેબસાઇટો પર પ્રતિબંધિત કરવામાં આવી છે. અહેવાલ મુજબ જોકર મેલવેર એક પ્રકારનો કોડ છે, જે એન્ડ્રોઇડ ફોન્સને ટાર્ગેટ કરે છે. કેલિફોર્નિયાની એક સાઇબર સિક્યોરિટી કંપની સ્કેલરે આ નવા જોકર મેલવેરને પકડ્યો હતો. કંપનીના યુઝર્સે કહ્યું હતું કે જો તમારા મોબાઇલમાં આ 34 એપ્સમાં કોઈ એક પણ હોય તો એને તરત UNINSTALL કરી દો.
આ છે એ 34 એપ્સ
All Good PDF Scanner |
બેન્ક ખાતાઓમાંથી પૈસા ચોરી રહી હતી આ એપ્સ
પ્રાપ્ત માહિતી અનુસાર માની લો કે કોઈ યુઝરે કોઈ સર્વિસ માટે સબસ્ક્રિપ્શન લીધું. જોકર મેલવેર ગૂગલની સુરક્ષા ખામીઓનો લાભ ઉઠાવીને એપ્સની સાથે મોબાઇલમાં ઘૂસી જાય છે. ત્યારબાદ સબસ્ક્રિપ્શન પૂરું થયા છતાં પણ એ બેન્ક એકાઉન્ટમાંથી નાણાં ઉપાડી લે છે. સૌથી ખતરનાક વાત એ છે કે આ મેલવેર તમારા SMS અને OTP સુધ્ધાં ઉઠાવી લેતો હોય છે.