આઇસી15 ઇન્ડેક્સ 2,670 પોઇન્ટ તૂટ્યો

મુંબઈઃ ફેડરલ રિઝર્વ આવતા મહિને વ્યાજદરમાં ઓછી વૃદ્ધિ કરશે એવી આશા ઘટી જવાને પગલે ક્રીપ્ટોકરન્સીમાં શુક્રવારે મોટો ઘટાડો નોંધાયો હતો. બિટકોઇન આ મહિનાની સૌથી નીચી સપાટીએ એટલે કે 21,750 ડોલરની નજીક પહોંચી ગયો હતો.

અમેરિકામાં સ્ટોક્સ ફ્યુચર્સમાં પણ ઘટાડો નોંધાયો હતો. નાસ્દાક ફ્યુચર્સ 1 ટકા કરતાં વધારે તથા એસએન્ડપી 500 ફ્યુચર્સ 0.6 ટકા ઘટ્યા હતા. અમેરિકામાં રોજગારના આંકડા સારા આવ્યા હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં 75 બેઝિસ પોઇન્ટ જેટલો જ વધારો કરશે એવો અંદાજ છે.

ક્રીપ્ટોકરન્સી એક્સચેન્જોએ છેલ્લા 12 કલાકમાં ફ્યુચર્સ ટ્રેડ્સમાં 50 કરોડ ડોલર મૂલ્યનાં લોંગ ઓળિયાંનું લિક્વિડેશન કર્યું હોવાના અહેવાલો છે.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 શુક્રવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.69 ટકા (2,670 પોઇન્ટ) તૂટીને 32,039 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 34,708 ખૂલીને 34,937 સુધીની ઉપલી અને 31,590 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
34,708 પોઇન્ટ 34,937 પોઇન્ટ 31,590  પોઇન્ટ 32,039 પોઇન્ટ

ડેટાનો સમયઃ 19-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)