નાણાપ્રધાનને રજૂ કરેલા બજેટથી શેરબજારમાં લાલચોળ તેજી

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામે નાણાકીય વર્ષ 2023-24નું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કર્યુ, ત્યારથી શેરબજારમાં તેજી જોવા મળી હતી. નિફ્ટીમાં પણ એક ટકાની તેજી જોવા મળી હતી.  નાણાપ્રધાને બજેટ ભાષણ શરૂ કરવાની પહેલી 10 મિનિટમાં સેન્સેક્સ 600 પોઇન્ટ ઊંચકાયો હતો. નાણાપ્રધાને આ બજેટમાં મધ્યમ વર્ગ, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો અને સ્ટાર્ટઅપ કંપનીઓને ધ્યાનમાં રાખીને અનેક એલાન કર્યાં છે. નાણાપ્રધાનના બજેટ ભાષણમાં શેરબજારને બુસ્ટર ડોઝ મળ્યો છે. 

નાણાપ્રધાને બજેટ ભાષણ પૂરું કર્યા બાદ સેન્સેક્સ કુલ 1100 પોઇન્ટ કરતાં અને નિફ્ટી ઇન્ડેક્સ 200 પોઇન્ટ કરતાં વધુ ઊછળ્યો હતો. જોકે છેલ્લાં 10 વર્ષોમાં નાણાપ્રધાને રજૂ કરેલા આઠ બજેટમાં માત્ર બે વખત સેન્સેક્સ અને નિફ્ટીમાં બે ટકાથી વધુ તૂટ્યા હતા. BSE સેન્સેક્સ મોર્નિંગ ટ્રેડિંગ સેશનમાં 598.72 ટકા સાતે 60,148.62 ટકાના સ્તરે હતો. આ પ્રકારે નિફ્ટી 161 પોઇન્ટ ઊછળી 17,823.75ના સ્તર પર ટ્રેડિંગ કરતો હતો. બેન્ક શેરો અને મેટલ શેરોમાં ભારે તેજી જોવા મળતી હતી.

નાણાપ્રધાને રજૂ કરેલા પ્રોત્સાહક બજેટ રજૂ કરતાં મોટા ભાગના વૈશ્વિક શેર માર્કેટ્સ તેજીમાં હતા. વળી, અમેરિકી ફેડરલ રિઝર્વ બેન્કની બેઠક પહેલાં પણ શેરો પર તેજી થઈ રહી છે. જેથી સેન્સેક્સે 60,000ની સપાટી અને નિફ્ટીએ 18,000ની સપાટી કુદાવી હતી. એશિયન બજારોમાં પણ ભારે તેજી જોવા મળી હતી.