રોકાણકારોને બીએસઈની ચેતવણી

મુંબઈ તા. 23 ઓગસ્ટ, 2021: બીએસઈના ધ્યાન પર આવ્યું છે કે કેટલાંક અનિયંત્રિત પ્લેટફોર્મ્સ/ વેબસાઈટ્સ કોન્ટ્રેક્ટ ફોર ડિફરન્સ (સીએફડી)/ બાયનરી ઓપ્શન્સ કહેવાતાં કેટલાંક અનિયંત્રિત ડેરિવેટિવ્ઝ પ્રોડક્ટ્સનું ટ્રેડિંગ ઓફર કરી રહ્યાં છે.

રોકાણકારો આ વેબસાઈટ્સ/પ્લેટફોર્મ્સ દ્વારા ઊંચાં વળતરનાં વચનોથી લલચાઈ જાય છે, તેમાં અંતે રોકાણકારો નાણાં ગુમાવી શકે છે. આથી રોકાણકારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નિયમન વિનાના ઈન્ટરનેટ આધારિત ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ દ્વારા ઓફર કરાતા કોન્ટ્રેક્ટ ફોર ડિફરન્સ (સીએફડી)/ બાયનરી ઓપ્શન્સ જેવાં અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં રોકાણ કરવાથી દૂર રહે, એમ બીએસઈએ રોકાણકારોના હિતમાં બહાર પાડેલી એક મીડિયા રિલીઝમાં જણાવ્યું છે.