તાલિબાનો દ્વારા અફઘાન પર કબજો જમાવવામાં પાકનો સાથઃ ચાબોટ

વોશિંગ્ટનઃ અમેરિકાના ટોચના રિપબ્લિકન સંસદસભ્ય સ્ટીવ ચાબોટે આરોપ લગાવ્યો હતો કે પાકિસ્તાન અને એની ગુપ્તચર સેવાએ અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે.  ઇસ્લામાબાદને એ સંગઠનની જીતને વધાવી લેવા બહુ ઘૃણા કરવા જેવું છે, જે અફઘાનિસ્તાનના લોકો માટે વણકહી ક્રૂરતા લાવશે. 

ઇન્ડિયા કોક્સના સહ-અધ્યક્ષ ચાબોટે હિન્દુ પોલિટિકલ એક્શન કમિટીના રવિવારે એક ઓનલાઇન કાર્યક્રમમાં ભારતના અફઘાનિસ્તાનના ધાર્મિક અલ્પસંખ્યકોનું સ્વાગત કરવાના પગલાની પ્રશંસા કરી હતી, જેણે તાલિબાનના શાસનથી ડરવાનું ઉચિત કારણ છે. પાકિસ્તાન અને એની ગુપ્તચર સેવાએ તાલિબાનના પગ પસરવાના અને દેશ પર કબજો કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે, એમ તેમણે કહ્યું હતું. પાકિસ્તાન દ્વારા ધાર્મિક અલ્પસંખ્યકો પર કરવામાં આવી રહેલા ઉત્પીડન પર અમેરિકામાં બહુ ઓછું ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અપહરણ, જબરજસ્તી ધર્મ પરિવર્તન અને નાની વયની હિન્દુ યુવતીઓને મોટી વયના મુસ્લિમ પુરુષોથી બળજબરીથી લગ્ન કરવાની જઘન્ય પ્રથા આ પ્રકારે ઉત્પીડનને ઉજાગર કરે છે.

આ પ્રકારના આરોપ માત્ર અફવા નથી, જેમાં યુવતીઓને કિશોરાવસ્થામાં તેમના પરિવારોથી અલગ કરી દેવી અને તેમનાં બળજબરીથી લગ્ન કરાવવા જેવી ઘટનાઓ સામેલ છે. એ ઉત્પીડનોને નજરઅંદાજ કરવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

અમેરિકામાં આશરે 60 લાખ હિન્દુઓ છે અને દેશમાં હિન્દુ નિર્વિવાદ રૂપથી સમાજનું એ અભિન્ન અંગ છે. કાર્ય નૈતિકતા અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરીને હિન્દુ અમેરિકી સપનાને સાકાર કરવા ભૂમિકા ભજવે છે. આ ગુણ હિન્દુઓને દેશભરના સમુદાયોમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની તક પૂરી પાડે છે અને તેઓ એ સમાજને અનેક પ્રકારે મદદ પણ કરે છે.